સુરતમાં વીર નર્મદ યુનિ.માં મોટો છબરડો થયો છે. જેમાં વીર નર્મદ યુનિ.માં વિદ્યાર્થીઓને એક વર્ષ જૂનું પ્રશ્નપત્ર અપાયું છે. તેમાં BAની પરીક્ષામાં એક વર્ષ જૂનું પ્રશ્નપત્ર અપાયું છે. યુનિ.એ કોલેજને ઓનલાઈન પ્રશ્નપત્ર મોકલ્યા હતા. જેમાં BAના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષામાં છબરડો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા તંત્રએ કર્યો અનુરોધ
યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને જવાબ આપવાનું ટાળ્યું
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.એ.ના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને એક વર્ષ જૂનું પ્રશ્નપત્ર અપાયું હતું. યુનિવર્સિટીએ તમામ કોલેજને ઓનલાઈન પ્રશ્નપત્ર મોકલ્યા હતા. પ્રશ્નપત્ર એક વર્ષ જૂનું હોવાનું સામે આવ્યા બાદ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. યુનિવર્સિટીના સત્તાધીશોએ વિદ્યાર્થીઓને જવાબ આપવાનું ટાળ્યું છે.
આ પણ વાંચો:ગુજરાત: આધાર-પાનકાર્ડ લિંકના વાયરલ મેસેજ અંગે જાણો સત્ય
વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્ર જોઈનો ચોંકી ગયા
હાલ યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે શનિવારના દિવસે જ યુનિવર્સિટીએ ગંભીર છબરડો કર્યો હતો. જેમાં શનિવારના દિવસે BAના છેલ્લાં સેમેસ્ટરની પરીક્ષા હતી. જ્યારે વિદ્યાર્થીઓના હાથમાં પ્રશ્નપત્ર આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓ આ પ્રશ્નપત્ર જોઈનો ચોંકી ગયા હતા. કારણ કે યુનિવર્સિટી દ્વારા એક વર્ષ જૂનું પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યું હતું.
એક વર્ષમાં લેવાયેલી પરીક્ષામાં અનેક છબરડા
યુનિવર્સિટીમાં દર છ મહિને અલગ અલગ 20 કોર્સની 200થી વધુ પરીક્ષા લેવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં લેવાયેલી પરીક્ષામાં અનેક છબરડા સામે આવ્યા છે છતાં યુનિવર્સિટી ઘોર નિદ્રામાં છે. પ્રશ્નપત્ર અંગે યુનિવર્સિટી પ્રશાસનના એકબીજાને ખો આપી રહ્યા છે.