‘મારી જાણ બહાર ફરિયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે’, સાળંગપુર મંદિરના સિક્યોરિટી ગાર્ડનો મોટો ખુલાસો
- સાળંગપુર ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ
- સિક્યોરિટી ગાર્ડે વીડિયો કર્યો વાયરલ
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા હર્ષદભાઈ ગઢવી નામના વ્યક્તિ દ્વારા પ્રતિમા પાસે જઈને ભીંતચિત્રો પર કાળો રંગ લગાવીને કુહાડીથી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.જેમાં મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
સિક્યોરિટી ગાર્ડે વીડિયો વાયરલ કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર,સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી બનેલા મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ જણાવે છે કે, બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો બનાવ બનેલો ત્યાં મારો સિક્યોરિટીનો પોઈન્ટ હતો, ત્યારબાદ મંદિરના ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ મારી પાસે એક સહીં લેવામાં આવી હતી.’ તેને આ કેસમાં જાણ બહાર જ ફરિયાદી બનાવી દેવામાં આવ્યો છે. તે વીડિયોમાં કહે છે, હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીંત ચિત્રોને કલર કરવાની ઘટના બની ત્યારે મારી ડ્યુટી ત્યાં જ હતી. બનાવ બન્યાંને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પૂછવામાં આવ્યું કે, તમે ત્યાં જ હતા? આ બાદ બાદ ઓફિસમાં એક કાગળ પર મારી સહી લેવામાં આવી પછી હું ઘરે આવી ગયો.
‘મારી જાણ બહાર ફરિયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે ’,સાળંગપુર મંદિરના સિક્યોરિટી ગાર્ડનો મોટો ખુલાસો#salangpur #SalangpurHanuman #salangpurcontroversy #salangpur_temple #salangpurdham #Security #viralvideo #news #NewsUpdate #Gujarat #gujaratnews #GujaratiNews #humdekhengenews pic.twitter.com/oumACI9k8k
— Hum Dekhenge News (@humdekhengenews) September 4, 2023
મારી જાણ બહાર બનાવાયો ફરિયાદી
વીડિયોમાં ભુપત ખાંચર વધુમાં કહે છે કે, મને બીજા દિવસે સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી આ કેસમાં મને ફરીયાદી બનાવ્યો છે. મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. ચારણ સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાણી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને હું નિર્દોષ છું.
ભીંતચિત્રો પર કલર લગાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે,બે દિવસ અગાઉ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રો પર ચારણકી ગામના હર્ષદ ગઢવી નામના શખ્સે કાળો કલર કર્યો હતો અને તોડફોડ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા હર્ષદ ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરે ભીંતચિત્રો પર કાળો કલર મારવાના મામલે ત્રણ શખ્સો હર્ષદ ગઢવી, જેસિંગ ભરવાડ અને બળદેવ ભરવાડ વિરૂદ્ધ મોડીરાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય સામે સેથળી ગામના અને મંદિરના સિક્યોરિટી ગાર્ડ ભૂપત સાદુળભાઈ ખાચરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : સાળંગપુર વિવાદ : 3 કલાકની બેઠકના અંતે માત્ર કમિટિ રચવાનો નિર્ણય, હવે શું થશે તેના ઉપર સૌની મીટ