નવા વર્ષમાં સરકાર આપી શકે છે મોટી ભેટ, LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા
વર્ષ 2022 ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે અને નવું વર્ષ શરૂ થવાનું છે. ત્યારે નવા વર્ષની શરૂઆતમાં જ સરકાર એલપીજીને લઈને મોટી જાહેરાત કરી શકે છે. રાંધણ ગેસના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. જેથી મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને રાહત મળી શકે છે.
સરકારી તેલ કંપનીઓ ભાવમાં કરી શકે છે ઘટાડો
મહત્વનું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થતી વધઘટને કારણે ભારતમાં પણ તેલ અને ગેસના ભાવમાં સતત વધારો ઘટાડો થતો રહે છે. સરકારે તેલ અને ગેસના ભાવ નક્કી કરવાનો અધિકાર સરકારી કંપનીઓને આપ્યો છે. આ કંપનીઓએ 6 જુલાઈ 2022 પછી એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે આ વર્ષે જુલાઈથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં 30 ટકા સુધીનો ઘટાડો થયો છે. જેથી સરકારી તેલ કંપનીઓ નવા વર્ષમાં રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં સરકાર સરકારી તેલ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરીને ગ્રાહકોને રાહત આપી શકે છે.
રાજસ્થાન સરકારે ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાની કરી જાહેરાત
રાજસ્થાનમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તાજેતરમાં જાહેરાત કરી હતી કે પહેલી એપ્રિલથી રાજસ્થાનમાં LPG સિલિન્ડરની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.
આ પણ વાંચો : હંમેશા વિવાદમાં રહેનારી કિર્તી પટેલની હવે આ કારણે થઈ ધરપકડ