ચૂંટણી 2022નેશનલ

મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય, આ રાજ્યમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે

Text To Speech

દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન રાજસ્થાન સરકારે રાજ્ય સરકારમાં કામ કરતા એક લાખથી વધુ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. અશોક ગેહલોત સરકારે આ કર્મચારીઓને નિયમિત કરવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમિત શાહે વડોદરામાં ટિકિટ બાબતે પત્તા ખોલ્યા

કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને લાભ

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજસ્થાન કોન્ટ્રાક્ટ્યુઅલ હાયરિંગ ટુ સિવિલ પોસ્ટ રૂલ્સ-2022ના અમલીકરણથી કોન્ટ્રાક્ટ વર્કરોની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે. અનામતના નિયમોનું સંપૂર્ણ પાલન થશે અને કોન્ટ્રાક્ટ કામદારોના 5 વર્ષ સુધી કામ કર્યા બાદ તે જગ્યાઓ ભરવામાં આવશે. નિયમિત થવા પર તે જ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને તેનો લાભ મળશે.

મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ટ્વીટ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવા માટે દરવાજા ખોલવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયથી લગભગ 1,10,000 કોન્ટ્રાક્ટ કામદારોની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત થશે. આ નિર્ણયથી લાભ મેળવનાર તમામ લોકોને હું અભિનંદન આપું છું અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું.

આ પણ વાંચો : ઉલ્ટી ગંગા જેવો ઘાટ ઘડાયો, ભાજપના પૂર્વ ધારાસભ્ય સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા

વિવિધ વિભાગોના કર્મચારીઓને લાભ મળશે

દિવાળી પહેલા ગેહલોત સરકારે કોન્ટ્રાક્ટ્યુઅલ હાયરિંગ ટુ સિવિલ પોસ્ટ નિયમ-2022 લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેના દ્વારા રાજ્યમાં કામકરતા 1 લાખ 10 હજારથી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમોના દાયરામાં લાવીને નિયમિત કરવાના છે. જેના કારણે શિક્ષણ વિભાગ, પંચાયતી રાજ વિભાગ, મેડિકલ અને આરોગ્ય વિભાગ સહિત અન્ય વિભાગોમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓને ફાયદો થશે.

Back to top button