ટોપ ન્યૂઝવર્લ્ડ

પાકિસ્તાન પર મોટી ‘ડિજિટલ સ્ટ્રાઈક’, ભારતમાં શાહબાઝ સરકારના ટ્વિટર એકાઉન્ટ પર

Text To Speech

પાકિસ્તાનની શાહબાઝ સરકાર વિરુદ્ધ ભારતમાં મોટી ‘ડિજિટલ સ્ટ્રાઈક’ થઈ છે. તાજેતરમાં, PFI પર પાંચ વર્ષના પ્રતિબંધના વિરોધમાં પાકિસ્તાની દૂતાવાસ વતી એક ટ્વિટ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર કેનેડામાં પાકિસ્તાનની એમ્બેસીએ આ કાર્યવાહી પર ભારતનો વિરોધ કર્યો અને PFIના સમર્થનમાં વાત કરી. માનવામાં આવે છે કે આના કારણે પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. જોકે, ટ્વિટર તરફથી સત્તાવાર નિવેદનની હજુ રાહ જોવાઈ રહી છે.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના સમર્થનમાં કેનેડામાં પાકિસ્તાનની એમ્બેસી દ્વારા કરવામાં આવેલી ટ્વિટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અહેવાલો અનુસાર, પાકિસ્તાનના કોન્સ્યુલેટ જનરલ, વાનકુવરના સત્તાવાર હેન્ડલે પ્રતિબંધિત PFIના સમર્થનમાં ટ્વિટ કર્યું છે. એટલું જ નહીં, વાંધાજનક ટ્વીટની સાથે તેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલય અને પાકિસ્તાન સરકારને પણ ટેગ કરવામાં આવ્યા હતા. લોકોએ સોશિયલ મીડિયા પર આ ટ્વીટ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. આ પોસ્ટ પણ ખૂબ વાયરલ થઈ હતી.

PM Modi Shahbaz Sharif

વાયરલ થયેલા સ્ક્રીનશૉટમાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, “ભાજપ શાસિત રાજ્યોમાં અટકાયતના નામે મોટાપાયે ધરપકડો થઈ રહી છે. આ બીજું કંઈ નથી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા PFIને નિશાન બનાવીને લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન છે. આ નિરંકુશ વ્યવસ્થા હેઠળ આવી કાર્યવાહીની અપેક્ષા હતી. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ભારતે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી હોય. આ પહેલા પણ મોદી સરકાર દ્વારા 55 યુટ્યુબ ચેનલો અને દેશ વિરોધી કન્ટેન્ટવાળી બે વેબસાઈટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ભારત જાન્યુઆરી 2022 અને ડિસેમ્બર 2021માં પાકિસ્તાન પર આવી કાર્યવાહી કરી ચૂક્યું છે.

જો બાઈડન વહીવટીતંત્રે F-16 ફાઇટર જેટ માટે US $ 450 મિલિયન (રૂ. 45 કરોડ)ના જાળવણી પેકેજને મંજૂરી આપી હતી. ભારતે તેની સામે મોટો વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવતી મદદનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન ભારતમાં આતંકવાદ માટે આ પ્રકારના મેન્ટેનન્સ પેકેજનો ઉપયોગ કરી રહ્યું છે. જયશંકરે કહ્યું હતું કે આખી દુનિયા જાણે છે કે પાકિસ્તાન તેના F-16 ફાઈટર જેટ્સનો ઉપયોગ ક્યાં અને કોની વિરુદ્ધ કરે છે.

આ પણ વાંચો : UNSC માં ભારતે ફરી બતાવી મિત્રતા, રશિયા સામેના નિંદા પ્રસ્તાવના ઠરાવમાં ન કર્યું મતદાન

Back to top button