ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજકેટને લઇ સિંહોના સંરક્ષણ માટે લેવાયો મોટો નિર્ણય

  • લાયન કમિટીની પ્રથમ બેઠક સાસણમાં મળી છે
  • આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને ચર્ચા-વિચારણા કરવામાં આવી
  • વર્ષ 2020માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજકેટને લઇ સિંહોના સંરક્ષણ માટે મોટો નિર્ણય લેવાયો છે. જેમાં પ્રોજેક્ટ લાયન ભારતની અસ્મિતા, ગુજરાતનો સાવજ માટે 2927.71 કરોડના ખર્ચે સિંહોનું સંરક્ષણ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજકેટ લાયન કમિટીની પ્રથમ બેઠક સાસણમાં મળી છે. જેમાં આગામી 25 વર્ષને ધ્યાને લઈને લાયન પ્રોજેક્ટ 2047 અંતર્ગત 11 જિલ્લાને સાંકળ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાની જોબ આવે તો થજો સાવધાન!

આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને ચર્ચા-વિચારણા કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ 2015 માં 523 હતી. ગીરના સિંહ રાજ્ય માટે કિંમતી જણસ છે જેનું સંવર્ધન અને રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. ગીરના સિંહની ડણક હવે જંગલ વિસ્તારની બહાર પણ સંભળાય છે અને એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નિર્દેશન અનુસાર સાસણ ગીર સિંહ સદન ખાતે પ્રોજેક્ટ લાયન અંગેની કમિટી પ્રથમ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનના સમયમાં ફેરફાર, જાણો ક્યારથી રજા પડશે 

વર્ષ 2020માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ

આ બેઠકમાં એશિયાટીક સિંહોના સંવર્ધન અને સંરક્ષણનું કાર્ય કરવા ઉપરાંત જે નવા વિસ્તારોમાં સિંહે પોતાના નવા રહેઠાંણ બનાવ્યા છે તેવા વિસ્તારોને ઓળખી અને તે વિસ્તારમાં તેને અનુકૂળ પર્યાવરણ ઉભુ કરવા સુવિધાઓ વિકસાવાશે. ગીર જંગલમાં સિંહોની વસ્તી વર્ષ 2015 માં 523 હતી. જે વર્ષ 2020માં પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ છે. જે રીતે આસામમાં પ્રોજેક્ટ એલીફ્ન્ટ, બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગીર જંગલમાં વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહ ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને સંરક્ષણ કરવું પણ જરૂરી બને એવા શુભહેતુસર પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભુજમાં સંઘના વડા મોહન ભાગવત સાથે આજે મુખ્યમંત્રીની બેઠક, રાજકીય ફેરફારની ચર્ચા શરૂ 

ધરી ગીર જંગલ સિવાયનો વિસ્તાર પણ સિંહોનો કાયદેસરનો વિસ્તાર બનશે

પ્રોજેક્ટ લાયન હેઠળ અવેરનેસ અંતર્ગત માનવજીવન અને વન્યપ્રાણીઓ પૂરક બને તેમજ સિંહનું સંવર્ધન શા માટે જરૂરી છે તેની પણ વિવિધ સેમિનાર વડે લોકોને સમજ આપવામાં આવશે અને બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, વાઈલ્ડલાઈફ્ હેલ્થ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ, વર્ષ 2023-24 અંતર્ગત નાણાંકિય પ્લાનિંગ, ઈકો ટૂરિઝમ, ગ્રીન મોબિલિટી, એલિવેટેડ કોરિડોર સહિત અપાર શક્યતાઓને આકાર અપાશે. અગ્ર મુખ્ય વનસંરક્ષક નિત્યાનંદ શ્રીવાસ્તવના જણાવ્યાનુસાર, એશિયાટીક સિંહો સતત નવા નવા વિસ્તારમાં આવાસ શોધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ લાયન- લાયન 2047 અ વિઝન ફેર અમૃતકાલ હેઠળ આ સિંહો માટે નવો રહેણાંક વિસ્તાર જ્યાં તેઓ વારંવાર દેખા દે છે તેમને પણ વધુ માળખાગત સુવિધાઓથીસજ્જ કરવા અને જળસ્ત્ર્રોત ઉભા કરવા અને કુદરતી વિસ્તાર સમાન રહેણાંક વિસ્તાર પસંદ કરવા વગેરે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ વિવિધ સ્થાનિક વિભાગો અને જનભાગીદારીથી જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરી ગીર જંગલ સિવાયનો વિસ્તાર પણ સિંહોનો કાયદેસરનો વિસ્તાર બનશે.

Back to top button