રેલ્વે મંત્રાલય દ્વારા ટેલિકોમ નેટવર્કને લગતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ હવે કોઈપણ કંપની રેલવેની જમીન, ઓફિસ કે સ્ટેશન પર ટાવર લગાવી શકશે. જેના કારણે અનેક લોકોને તેનો લાભ મળશે.
રેલવે મંત્રાલયયે જાહેર કર્યું છે કે હવે કોઈપણ કંપની રેલવેની જમીન, ઓફિસ કે સ્ટેશન પર ટાવર લગાવી શકશે. પરંતુ તેના માટે કેટલાક નિયમો દાહેર કરવામાં આવ્યા છે જેને ટેલીકોમ કંપનીએ માનવા પડશે. રેલવેની કોઈ પણ જગ્યાએ ટાવર લગાવનાર કંપનીનએ રેલવેને તેના માટે ફી ચૂકવવી પડશે.
રેલ્વે મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણય
તોજેતરમાં જ રેલવે મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણ કરવામાં આવ્યો છે. જેમાં રેલવેએ જાહેર કર્યુ છે કે કોઈપણ કંપની રેલ્વેની જમીન, સ્ટેશન અને ઓફિસ પર ટેલિકોમ પોલ કે ટાવર લગાવી શકશે, પરંતુ તેના માટે કેટલાક નિયમો માનવાના રહેશે. જેમાં જણાવ્યા મુજબ રેલવેની જમીન પર લગાવવામાં આવેલા ટાવર માટે રેલવે જવાબદાર રહેશે નહીં. તેમજ કંપનીઓને આ ટાવર પર જાહેરાતો વગેરે લગાવવાનો અધિકાર રહેશે નહીં. તેમજ રેલવેની જમીન પર ટાવર લગાવનાર કંપની રેલવેને ટાવર માટે નિશ્ચિત ફી ચૂકવવાની રહેશે.
જાણો શુ થશે ફાયદો
રેલવે મંત્રાલયના આ નિર્ણયથી મુસાફરો, સ્ટેશનો અને રેલ્વે ઓફિસો તેમજ નજીકમાં રહેતા લોકોને ફાયદો થશે તેમણે 5G નેટવર્કની સુવિધા મળી રહેશે. જ્યારે આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો રેલવે વિભાગને થશે રેલનવેની આવકમાં વધારો થશે.
આ પણ વાંચો : OBC અનામત પર યોગી સરકારને મોટો ફટકો, જાણો-શું છે યુપીમાં જાતિ ગણિત