ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ-2023-24થી ધો.8મા પણ વૈદિક ગણિત ભણાવવામાં આવશે. જેમાં ધો.6 અને 7મા અમલ થયો છે. તથા શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવી છે. તેમાં ધોરણ.6થી 8માં નિયમિત વૈદિક ગણિત ભણાવવામાં આવશે. તેમજ ધોરણ.8 અને 10માં અમલ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.
શિક્ષકોને દિવાળી પહેલા તાલીમ આપવામાં આવી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં થયેલા સૂચનો મુજબ સ્કૂલ ઓફ એક્સલન્સ (SOE) અંતર્ગત રાજ્યની સ્કૂલોમાં વૈદિક ગણિતનો ફરજિયાત અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વર્ષ-2022-23માં ધોરણ.6, 7 અને 9માં તેમજ વર્ષ-2023-24થી ધોરણ.8 અને 10માં અમલ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. ધોરણ.6 અને 7માં વૈદિક ગણિતનો અમલ કરવા અંગે શિક્ષકોને દિવાળી પહેલા તાલીમ આપવામાં આવી હતી. જોકે હવે નવા શૈક્ષણિક સત્ર-2023-24થી ધોરણ.8માં પણ વૈદિક ગણિતનો અમલ થઈ જશે તેવું શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યુ હતું.
ગણિત પ્રદર્શન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવાનું જણાવાયું
આમ નવા શૈક્ષણિક સત્રના શરૂઆતથી જ પ્રાથમિક શાળામાં ધોરણ.6થી 8માં નિયમિત વૈદિક ગણિત ભણાવવામાં આવશે. આ સિવાય ભાગવત ગીતાના મૂલ્યો ભણાવવાનો અમલ ચાલુ વર્ષે થઈ શક્યો નહોતો જે પણ નવા સત્રથી થશે તેવુ જાણવા મળ્યું છે. વૈદિક ગણિતના ફરજિયાત અમલ સંદર્ભે કરાયેલા સુચનો મુજબ, સ્કૂલોમાં વૈદિક ગણિત આધારિત વિશેષ દિન ઉજવણી, ક્વિઝ અને કોયડા ઉકેલ જેવી વિવિધ સ્પર્ધાઓ અને ગણિત પ્રદર્શન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવાનું જણાવાયું હતુ.