વર્લ્ડ કપની મેચ પહેલાં જ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો !
- શુભમન ગિલની તબિયત લથડી, ડેન્ગ્યુ ટેસ્ટ પોઝિટિવ આવ્યો
World Cup 2023: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર શુભમન ગિલની તબિયત લથડતાં BCCIની મેડિકલમાં તેમની તપાસ કરવામાં આવી હતી, જે બાદ તેમનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે રવિવારે (8 ઓક્ટોબર) ઓસ્ટ્રેલિયા સામે રમાવા જઈ રહેલી મેચમાં તેમનું રમવું શંકાસ્પદ છે.
ટીમ મેનેજમેન્ટ આજે શુક્રવારે કેટલાક ટેસ્ટિંગ બાદ સ્ટાર બેટ્સમેનની મેચમાં રમશે કે કેમ તે અંગે નિર્ણય લેશે. ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા તે બીમાર પડી ગયો છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જો કે તે પ્રથમ મેચ રમી શકશે કે નહી? આ મામલે હજી કંઈ નક્કી થયું નથી, BCCIની મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.
આ પણ વાંચો: વર્લ્ડ કપમાં કિંગ કોહલી ઝંઝાવાત મચાવશે એવો દાવો કોણે કર્યો?
ભારતીય ટીમ રવિવારે (8 ઓક્ટોબર) ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપની પહેલી મેચની શરૂઆત કરશે. આવી સ્થિતિમાં આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરવુ પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર બેટ્સમેને ગુરુવારે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના નેટ સેશનમાં પણ ભાગ લીધો ન હતો. આ પછી ડેન્ગ્યુ સંબંધિત પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જે પછી તેની સારવાર ચાલી રહી છે.
આ બાબત સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યું છે. આજે શુક્રવારે ટેસ્ટિંગનો બીજો રાઉન્ડ કરવામાં આવશે. આ પછી જ નક્કી થશે કે શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા ટીમ સામે રમશે કે નહીં.
વર્લ્ડ કપમાં ઘણા ખેલાડીઓ ઈજા બાદ પરત ફર્યા
જો ગિલ બીમારીના કારણે વર્લ્ડ કપની પહેલી જ મેચમાં રમી નહી શકે તો એ ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર ગણી શકાય કારણ કે ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઈજા બાદ તાજેતરમાં પરત ફર્યા છે. તાજેતરમાં જ જસપ્રીત બુમરાહ, કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ઈજામાંથી લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યા છે. એશિયા કપ દરમિયાન પણ સ્પિનર અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો અને તેના સ્થાને રવિચંદ્રન અશ્વિનને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ગિલના સ્થાને કોને મોકો મળી શકે?
જો શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામે પહેલી મેચ નહી રમી શકે તો તેમની જગ્યાએ કોણ આવશે એ મોટો પ્રશ્ન છે કે આ મેચમાં ભારતી ટીમ માટે કોણ ઓપનિંગ કરશે? આવી સ્થિતિમાં આ મહત્વપૂર્ણ મેચમાં રોહિત શર્માની સાથે શુભમન ગિલની જગ્યાએ ઈશાન કિશન ઓપનિંગ કરી શકે છે, જો કે ભારતીય ટીમ પાસે એક અન્ય દાવેદાર તરીકે કેએલ રાહુલ પણ છે, જેઓ એશિયા કપમાં પરત ફર્યા બાદ જોરદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: ICC WORLD CUP 2023: શું થયા નિયમમાં ફેરફાર? કઈ ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ?