રાજકોટમાં 6 મહિનાથી પગાર ન મળતા કર્મચારીએ જાત જલાવી લેતા સારવારમાં મોત થયું


- અમુલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા વિક્રમ બકુત્રાએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
- કાલાવડ નજીક શરીરે અગ્નિસ્નાન કરી લીધું હતું
- જવાબદારો સામે પગલાં ભરવા પરિવાર અને અન્ય કર્મચારીઓની માંગ
- મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી હોસ્પિટલમાં થયા એકઠાં
રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ દ્વારા તાજેતરમાં પગાર મુદ્દે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન બે દિવસ પહેલાં છ મહિનાથી પગાર નહીં મળતા એક કર્મચારી દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાલાવડ નજીક કર્મચારીએ પોતાના શરીરે પેટ્રોલ છાંટી જાત જલાવી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે મોડી સાંજે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. કંપનીના કર્મચારીઓ માલિક સામે કાર્યવાહીની માગ કરીને લાશ ન સ્વીકારવા પર જીદે ચડ્યા છે.
શુક્રવારે કાલાવડ જઇ અગ્નિસ્નાન કરી લીધું
કંપનીના એક કર્મચારીએ શુક્રવારે કાલાવડ જઇ અગ્નિસ્નાન કરી લીધું હતું. જેનું શનિવારે સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. કર્મચારીના આપઘાત માટે જવાબદાર કંપનીના સંચાલક બંધુ સામે ગુનો નહી નોંધાય ત્યાં સુધી લાશ સંભાળવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો હતો. કોઠારિયા રોડ પરના વિવેકાનંદનગરમાં રહેતા વિક્રમભાઇ સુકાભાઇ બકુત્રા (ઉ.વ.36)એ શુક્રવારે સવારે કાલાવડ જીઆઇડીસીના પ્લોટમાં પોતાના શરીર પર પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દીધી હતી, ગંભીર રીતે દાઝી ગયેલા વિક્રમભાઇને ગંભીર હાલતમાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમનું શનિવારે રાત્રે સારવાર દરમિયાન મૃત્યું થયું હતું.
સારવાર દરમિયાન વિક્રમ બકુત્રાનું મોત થયુ
સારવાર દરમિયાન વિક્રમ બકુત્રાનું મોત થયુ છે. જેમાં રાત્રે હોસ્પિટલમાં કર્મચારીઓ એકત્ર થયા હતા. તથા આ ઇન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ કરવા માગ કરવામાં આવી છે. તેમજ ધરપકડ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય તેમ જણાવ્યું હતુ. તેમજ 6 માસથી પગાર ન મળતા યુવાને આ પગલુ ભર્યુ હતું. શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓને 6 મહિનાથી પગાર ચુકવાયો ન હોય કર્મચારીઓ દ્વારા છેલ્લા છ મહિનાથી આંદોલન ચલાવવામાં આવી રહ્યુ છે.