IPL શરૂ થતા પૂર્વે જ મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા નહીં રમી શકે મેચ, જાણો કેમ


મુંબઈ, 16 ફેબ્રુઆરી : હાર્દિક પંડ્યાએ ગત સિઝનમાં જ મુંબઈની કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી અને તેની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ આઈપીએલ 2024માં સારું પ્રદર્શન કરી શકી ન હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂકી છે અને આ સિઝનમાં હાર્દિક તેના ટાઈટલમાં ઉમેરો કરવા ઈચ્છે છે. પરંતુ આ પહેલા જ તેમની આશાને મોટો ફટકો પડ્યો છે. જ્યારે તે CSK સામેની મેચ રમી શકશે નહીં.
હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો
મુંબઈની ટીમે આઈપીએલ 2024 ની તેની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમી હતી અને આ મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને ધીમી ઓવર રેટ માટે 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત પ્લેઈંગ ઈલેવનના ખેલાડીઓને 12 લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના 50%, બેમાંથી જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.
જ્યારે IPL 2024માં મુંબઈની ટીમ ત્રણ વખત ન્યૂનતમ ઓવર રેટ જાળવી રાખવામાં નિષ્ફળ રહી હતી. આ કારણે કેપ્ટન હાર્દિક પર પણ એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ગત સિઝનમાં મુંબઈએ તેની છેલ્લી મેચ રમી હતી. આ કારણે હવે IPL 2025ની પ્રથમ મેચમાં હાર્દિક પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.
સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ કરી શકે છે
હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી IPLની 137 મેચોમાં કુલ 2525 રન બનાવ્યા છે જેમાં તેના નામે 10 અડધી સદી સામેલ છે. આ સિવાય તે 64 વિકેટ લેવામાં પણ સફળ રહ્યો છે. હવે IPL 2025ની પ્રથમ મેચમાં હાર્દિક હાજર ન હોવાને કારણે સૂર્યકુમાર યાદવ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી શકે છે. તે ભારતીય T20 ટીમનો કેપ્ટન પણ છે અને તેની પાસે અનુભવ છે, જે મુંબઈ માટે ઉપયોગી થઈ શકે છે.
IPL 2024માં ખરાબ પ્રદર્શન કર્યું
IPL 2024માં, હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સારુ પ્રદર્શન કરી શકી ન હતી અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી. ત્યારે મુંબઈ માત્ર 4 મેચ જીતી શકી હતી અને 10 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો:- પાકિસ્તાનની ફરી નાપાક હરકત, LoC ઉપર ભારતીય ચોકીને નિશાન બનાવી ફાયરિંગ