ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

વર્લ્ડકપમાં ભારતને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયામાંથી થયો બહાર

Text To Speech
  • ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023માંથી થયો બહાર
  • પગની ઘૂંટીમાં થયેલી ઈજામાંથી સાજા થવામાં નિષ્ફળ જતાં બહાર કરવામાં આવ્યો
  •  હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને આપવામાં આવ્યું સ્થાન

World Cup 2023: વર્લ્ડકપમાં ભારતને મોટો ફટકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શનિવારે વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયો છે.  હાર્દિક પંડયાની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાને સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા તેના પગની ઘૂંટીની ઈજામાંથી સાજા થવામાં નિષ્ફળ ગયો છે જેથી હવે તે બાકીની ટુર્નામેન્ટમાં નહીં રમી શકે. હાર્દિક પંડ્યાનું સેમિફાઇનલ પહેલા બહાર થવું ભારત માટે મુશ્કેલીભર્યું છે. તે એક અનુભવી ખેલાડી છે અને તેણે ઘણી મોટી મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં રમાયેલી મેચ દરમિયાન પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો.

 

પુણેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પહોંચી હતી ઇજા

પુણેમાં રમાયેલી મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે હાર્દિકને ઈજા થઈ હતી. તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ કારણોસર હાર્દિક પંડયા ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામેની મેચ રમ્યો ન હતો. તેના સ્થાને પ્રસિદ્ધ ક્રિષ્નાને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારતીય ટીમ દ્વારા 7 મેચ રમવામાં આવી છે અને તમામ મેચ જીતી છે. તેના 14 પોઈન્ટ છે. મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. પરંતુ સેમિફાઇનલ પહેલા પંડ્યાનું બહાર થવું તેના માટે આંચકા સમાન છે. હાર્દિક એક અનુભવી ખેલાડી છે અને તેણે ICC ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે.

હાર્દિક પંડયાએ ટ્વિટ કરીને આપી પ્રતિક્રિયા 

હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ હકીકતને પચાવવી મુશ્કેલ છે કે હું વર્લ્ડ કપના બાકીના ભાગને ચૂકી જઈશ પરંતુ હું ટીમ સાથે જ છું, હું દરેક રમતના દરેક બોલ પર ટીમને ઉત્સાહિત કરીશ…”

 

પ્રસિદ્ધ ક્રિષ્ના રાઇટ હેન્ડ ફાસ્ટ બોલર સાથે કરશે સ્પર્ધા

પ્રસિદ્ધ ક્રિષ્નાએ ભૂતકાળમાં 33 આંતરરાષ્ટ્રીય વિકેટો ઝડપી છે. તે હવે વર્લ્ડકપ ટીમમાં રાઇટ હેન્ડ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ સાથે ભારતના પેસ આક્રમણમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરશે.

આ પણ જાણો :ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર થયા ICCના નિયમ, ક્રિકેટનો પાયો નાંખનાર દેશ થઈ શકે છે બહાર !

Back to top button