IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPLની શરૂઆત પહેલા જ CSKને મોટો ઝટકો, આ ખેલાડી પહેલા તબક્કામાં નહીં રમી શકે

  • ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તેની પ્રથમ મેચ 22 માર્ચે RCB સામે રમશે

નવી દિલ્હી, 4 માર્ચ: IPL 2024ની 22 માર્ચથી શરૂઆત થઈ રહી છે છે. ત્યારે આઈપીએલનું શિડ્યુલ પહેલાથી જ જાહેર થઈ ગયું છે. હાલમાં, પ્રથમ તબક્કામાં 17 દિવસનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે જે 7 એપ્રિલ સુધીનું છે. સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ હવે બીજા તબક્કાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ તેની પ્રથમ મેચ 22 માર્ચે RCB સામે રમશે. પરંતુ આ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. IPLની પ્રખ્યાત ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી એવા ડેવોન કોનવે આ પહેલા તબક્કામાં જ નહીં રમી શકે. ડેવોન કોનવે ઈજાગ્રસ્ત થયો છે જેથી તેણી સર્જરી કરવામાં આવશે. જેના કારણે તે રમી શકે તેમ નથી.

ઇજાગ્રસ્ત હોવાથી રમી શકશે નહીં

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડનો સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવે ઈજાના કારણે આ શ્રેણીની પ્રથમ ક્રિકેટ મેચમાં રમી શક્યો ન હતો. અહેવાલ અનુસાર, હવે તે બીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. કોનવેના અંગૂઠામાં ફ્રેક્ચર છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20I મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે કહ્યું હતું કે, કોનવે સર્જરી કરાવશે. જેના કારણે તે આઠ અઠવાડિયા માટે બહાર રહેશે. આ કારણે કોનવે મે સુધી IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઉપલબ્ધ થવાની શક્યતા નથી.

CSKએ ઘણી મેચ જીતી હતી

IPL 2022ની મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ડેવોન કોનવેને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેણે CSK ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કરે છે. તેણે IPL 2022ની 7 મેચમાં 252 રન બનાવ્યા છે. આ પછી તેણે IPL 2023ની 16 મેચમાં 672 રન બનાવ્યા. IPL 2023માં, તેણે CSK ટીમને ટાઇટલ જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

CSK પાંચ વખતની IPL ચેમ્પિયન  

ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઈઝીમાંથી એક છે. ટીમ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ પાંચ વખત IPL ટાઈટલ જીતી ચુકી છે. ગત સિઝનમાં CSKએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈ પાસે ધોની જેવો દિગ્ગજ કેપ્ટન છે. જ્યારે CSKમાં રવિન્દ્ર જાડેજા અને મોઈન અલી જેવા સ્ટાર ઓલરાઉન્ડર છે.

આ પણ જુઓ: IND vs ENG: ધરમશાલામાં કોઈ ભારતીય બેટ્સમેને નથી કર્યો આ કમાલ, આ વખતે બની શકે છે શક્ય

Back to top button