એલોન મસ્કની મોટી જાહેરાત, હવે “બ્લુ ટિક” માટે ભારતીયોએ દર મહિને 660 રુ. ચૂકવા પડશે
ટ્વિટરના નવા માલિક ઈલોન મસ્કે ‘બ્લુ ટિક’ની કિંમતોને લઈને ટ્વિટર પર મોટી જાહેરાત કરી છે. એલોન મસ્કે જાહેરાત કરી છે કે ટ્વિટર પર ‘બ્લુ ટિક’નો ખર્ચ મહિને $8 થશે. ભારતીય રૂપિયામાં હવે ‘બ્લુ ટિક’ માટે 660.63 રુપિયા દર મહિને ચૂકવવા પડશે.
મસ્કની મોટી જાહેરાત
એલોન મસ્કના જણાવ્યા અનુસાર, ટ્વિટર પર ‘બ્લુ ટિક’નો ખર્ચ મહિને $8 હશે. જેને ભારતીય રૂપિયામાં ‘બ્લુ ટિક’ માટે 660.63 રૂપિયામાં ચૂકવવા પડશે. ઘણા અહેવાલો સૂચવે છે કે અગાઉ Twitter લગભગ $20 એટલે કે લગભગ 1650 રૂપિયા વેરિફાઈડ એકાઉન્ટ યુઝર્સ પાસેથી લેવાની યોજના બનાવી રહ્યું હતું. પરંતુ આ ફી વિશે સાંભળીને યુઝર્સે તેનો વિરોધ કર્યો અને ફી ઘટાડીને $8 કરી દીધી, જે 661.73 ભારતીય રૂપિયા છે. ટ્વિટરનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થાય છે. ભારતની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર આપણા દેશમાં 24 મિલિયનથી વધુ ટ્વિટર એકાઉન્ટ છે.
ભારતમાં બ્લુ ટિક’ માટે દર મહિને 660 રુ. ચૂકવા પડશે
એલોન મસ્કે જાહેરાત કરી છે કે ટ્વિટર પર ‘બ્લુ ટિક’નો ખર્ચ મહિને $8 થશે. ત્યારે ભારતીય યુઝરે બ્લુ ટિકની સુવિધા માટે હવે 660.63 ચૂકવવા પડશે. આજ સુધી આ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી પણ મસ્કે ટ્વિટરની જવાબદારી સંભાળતા અનેક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે.
બ્લુ ટિક પર મળશે આ સુવિધા
ઈલોન મસ્કે ટ્વીટ કર્યું કે બ્લુ ટિક મળવા પર યુઝર્સને ઘણી સુવિધાઓ મળશે. આમાં પ્રાયોરિટી પર જવાબ, ઉલ્લેખ અને શોધનો સમાવેશ થાય છે. આ સિવાય યુઝર લાંબા વીડિયો અને ઓડિયો પોસ્ટ કરવા જેવી સુવિધાઓ મેળવી શકશે. જો પ્રકાશકો Twitter સાથે કરાર કરે તો બ્લુ સબ્સ્ક્રાઇબર્સ પેઇડ લેખો પણ મફતમાં વાંચી શકશે. બ્લુ સબસ્ક્રિપ્શનને કારણે ટ્વિટરની આવક વધશે અને કન્ટેન્ટ ક્રિએટર્સને રિવોર્ડ પણ મળશે.
આ પણ વાંચો: સરકારનાં નવા IT નિયમોઃ ટ્વિટર અને ફેસબુક જેવા પ્લેટફોર્મે સ્થાનિક કાયદાનું પાલન કરવું પડશે