- ડમી કાંડમાં યુવરાજસિંહ જાડેજા સામે મોટો આક્ષેપ
- યુવરાજ સિંહે નામ ન લેવા બાબતે કર્યો તોડ
- યુવરાજસિંહના જૂના સાથી બિપિન ત્રિવેદીએ લગાવ્યો આરોપ
ગુજરાતમાં લેવાતી સરકારી પરીક્ષાઓથી લઈ અને ભરતીઓમાં કૌભાંડો ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર મોટો આક્ષેપ કરવામા આવ્યો છે. હાલ ડમી વિદ્યાર્થી કાંડ મામલે હાથ તપાસ થઈ રહી છે. ત્યારે આ મામલે યુવરાજ સિંહને લઈને મોટો ખુલાસો કરવામ આવ્યો છે. યુવરાજ સિંહ પર નામનો ખુલાસો ના કરવાની શરતે રૂપિયા લીધા હોવાનો આરોપ તેમના પર લગાવવામા આવ્યો છે.
યુવરાજ સિંહ પર લાગ્યા ગંભીર આક્ષેપ
યુવાનો માટે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા લોકો માટે જે આદર્શ માનવામા આવતા યુવરાજસિંહનું નામ હવે ગેરરીતિ કરનારાને છાવરવાના પ્રયાસમા સામે આવ્યું છે. યુવરાજસિંહ દ્વારા નામ નહીં લેવાની શરતે રૂપિયાની માગણી કરાઈ હોવાનો મોટો આક્ષેપ કરવામા આવ્યો છે.
બિપિન ત્રિવેદીએ ખંડણીનો લગાવ્યો આરોપ
યુવરાજસિંહના જૂના સાથી બિપિન ત્રિવેદી દ્વારા આ ગંભીર આક્ષેપ કરવામા આવ્યો છે. બિપિન ત્રિવેદીએ એક વીડિયો વાયરલ કર્યો છે. જેમા તે યુવરાજસિહ પર ખંડણીનો આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. અને યુવરાજ સિંહે ડમી વિદ્યાર્થી કાંડમાં ખુલાસો ના કરવાની શરતે મોટી રકમ લીધી હોવાનો આરોપ લગાવામા આવ્યો છે. ત્યારે આ વીડિયો સામે આવતા બિપિન ત્રિવેદીને પૂછપરછ માટે પોલીસ બોલાવી શકે છે. અને આગામી સમયમાં પોલીસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
આ પણ વાંચો : બિહારમાં વધું એક લઠ્ઠાકાંડ ? મોતિહારીમાં 8 લોકોના શંકાસ્પદ મોતથી હડકંપ