પીલીભીત ટાઇગર રિઝર્વમાં રીંછ વાઘથી પોતાનો જીવ બચાવતું નજરે ચડ્યું, જુઓ વીડિયો
- રીંછ વાઘથી પોતાનો જીવ બચાવવા દોડ્યું અને આખું દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું
પીલીભીત(ઉત્તર પ્રદેશ), 5 એપ્રિલ: ઈન્ટરનેટ મીડિયા પર દરરોજ ટાઈગર રિઝર્વમાં વન્યજીવોના જુદા-જુદા દ્રશ્યો પ્રસારિત થાય છે. ત્યારે ફરી એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં એક વાઘ જંગલની અંદર રીંછનો પીછો કરી રહ્યો છે. પ્રવાસીઓ દ્વારા બનાવવામાં આવેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પીલીભીત ટાઈગર રિસર્વમાં વાઘ રીંછને પકડવા તેનો પીછો કરી રહ્યો હોય તેવો આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે અને પોતાનો જીવ બચાવવા માટે પૂર ઝડપે દોડી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે.
कभी सुना नहीं कि बाघ भालू का शिकार करता है। लेकिन वीडियो में भालू जान बचाने के लिए भाग रहा है।
जगह : पीलीभीत टााइगर रिजर्व pic.twitter.com/ptz15aqfaT— Ammar Khan (@AmmarSageer) April 5, 2024
વાઘથી પોતાનો જીવ બચાવવા ભાગ્યું રીંછ!
આ મામલો ઉત્તર પ્રદેશના પીલીભીત ટાઈગર રિઝર્વના જંગલ વિસ્તાર સાથે સંબંધિત છે. બે દિવસ પહેલા કેટલાક પ્રવાસીઓ ટાઈગર રિઝર્વમાં સફારીની મજા માણી રહ્યા હતા. કેટલાક પ્રવાસીઓ સફારી વાહનમાં આગળ વધ્યા. બીજા સફારી વાહનના કેટલાક પ્રવાસીઓ આગળના વાહનની પાછળ થોડા અંતરે હતા. આ દરમિયાન પાછળ રહેલા પ્રવાસીઓ પોતાના કેમેરા વડે જંગલનો નજારો કેદ કરી રહ્યા હતા. ત્યારે પ્રવાસીઓએ જંગલના રસ્તા પર એક રીંછને એક બાજુથી બીજી તરફ દોડતું જોયું. પ્રવાસીઓ દોડતા રીંછને કેમેરામાં કેદ કરવા લાગ્યા. ત્યારે અચાનક પ્રવાસીઓએ જોયું કે, એક વાઘ રીંછનો પીછો કરી રહ્યો છે. રીંછ વાઘથી ડરી ગયું હતું અને પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યું હતું. આ ક્રમમાં પ્રવાસીઓ કેમેરામાં વીડિયો બનાવતા રહ્યા હતા ત્યારે રીંછની પાછળ દોડતો વાઘ પણ કેમેરામાં કેદ થઈ ગયો હતો.
રીંછની ઉંમર ઓછી હોવાથી વાઘ રીંછ પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જ રીંછ વાઘના ડરથી ભાગી રહ્યું હતું. બંને વન્યજીવો ગાઢ જંગલમાં ભાગી રહ્યા હતા અને થોડા જ સમયમાં પ્રવાસીઓની નજરમાંથી ગાયબ થઈ ગયા હતા. વાઘે રીંછ પર હુમલો કર્યો કે નહીં તે સ્પષ્ટ થયું નથી. પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર રીંછનો પીછો કરતા વાઘનો વીડિયો ફરતો કર્યો છે. થોડી જ વારમાં આ વીડિયો વ્યાપકપણે વાયરલ થઈ ગયો છે. હવે આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ પણ જુઓ: RBIએ સતત સાતમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નહીં; લોનની EMI રહેશે સ્થિર