રાજ્યના આ સુપ્રસિદ્ધ મહાદેવના મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ
રાજ્યમાં વધુ એક મંદિરમા ટૂંકા વસ્ત્રો પહેરીને વધુ એક મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પ્રશાસન દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેથી હવેથી કોઈ પણ વ્યક્તિ આ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી.
બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પ્રશાસન દ્વારા લેવાયો નિર્ણય
પ્રાપ્ત વિગતો મુજબ દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવસારીના બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પ્રશાસન દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. આ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ હવે પુરુષ હોય કે સ્ત્રી કોઈપણ વ્યક્તિ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી.ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવા મંદિર પ્રશાસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ખેડા : કપડવંજમાં પેટ્રોલ પુરાવવા ઉભેલા યુવકને આવ્યો હાર્ટ એટેક, ઘટના CCTVમાં કેદ
મંદિરમાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તોનો મેળાવડો
શ્રાવણ માસની શરુઆત થઈ છે.જેથી રાજ્યના વિવિધ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરે શ્રાવણ માસમાં લાખો શ્રદ્ધાળુઓ ભગવાન ભોળાનાથના સ્વયંભુ શિવલિંગના દર્શનાર્થે આવી રહ્યા છે. નવસારીમાં આવેલ બીલીમોરા સોમનાથ મંદિરે પણ શ્રાવણ માસમાં લાખો શિવભક્તો સ્વયંભુ શિવલિંગના દર્શનાર્થે આવતા હોય છે. અહીં શ્રાવણ માસનો મેળો ભરાતો હોય છે. આ સોમનાથ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભુ છે. આ સ્વયંભુ શિવલિંગનો અનેરો મહિમા છે. જેથી અહીં દુર દુરથી ભક્તો આવતા હોય છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા ટુકા વસ્ત્રોને લઈને આ મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે.
રાજ્યના આ પ્રસિદ્ધ મંદિરો દ્વારા પણ લેવાયો હતો આવો નિર્ણય
થોડા સમય પહેલા જગતમંદિર દ્વારકામાં ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાવમા આવ્યો હતો ત્યાર પછી રાજ્યના બીજા પણ કેટલાક મંદિરોમાં આ નિર્ણય લેવામા આવ્યો હતો. જેમાં ગયા મહિને ડાકોર રણછોડરાયજી મંદિર અને દ્વારકા મંદિર દ્ધારા ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : રાજ્યમાં પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, IPS હસમુખ પટેલને સોંપાઈ મોટી જવાબદારી