કચરાના ઢગલામાં પડી હતી બેગ, લોકોએ ઉઠાવી ચેક કર્યું તો નીકળ્યા રોકેટ લોન્ચર અને બોમ્બ
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/Untitled-design-35.jpg)
પટિયાલા,10 ફેબ્રુઆરી : સોમવારે પંજાબના પટિયાલાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોમવારે પટિયાલામાં એક સ્કૂલ પાસે રોકેટ લોન્ચર મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પટિયાલાના રાજપુરા રોડ પર એક સ્કૂલ પાસે કચરાના ઢગલામાંથી એક બેગમાં રોકેટ લોન્ચર મળી આવ્યું હતું. કચરાપેટી પાસે એક થેલીમાં રોકેટ લોન્ચર રાખવામાં આવ્યા હતા.
આ બાબતની માહિતી મળતાં લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે રોકેટ લોન્ચર ભરેલી બેગ જપ્ત કરી છે. પોલીસે આ રોકેટ લોન્ચર ક્યાંથી આવ્યા અને અહીં કોણે મૂક્યા તેની તપાસ શરૂ કરી છે.
કચરાના ઢગલામાંથી રોકેટ મળી આવ્યા
કચરા પાસે રાખેલી એક થેલીમાંથી સાત રોકેટ જેવા ગોળા મળી આવ્યા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાજપુરા રોડ પર કચરાના ઢગલામાં શંકાસ્પદ સામગ્રી પડી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી અને દારૂગોળો જપ્ત કર્યો. પટિયાલાના એસએસપી નાનક સિંહે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ ભંગારના વેપારીએ આ શેલ અહીં ફેંક્યા હશે, કારણ કે આ જગ્યા કચરાના ઢગલા તરીકે ઓળખાય છે. જોકે, પોલીસ દરેક શક્યતાની તપાસ કરી રહી છે અને કોઈપણ નિષ્કર્ષ કાઢતા પહેલા સંપૂર્ણ તપાસ કરશે. વધુ તપાસ માટે સેનાની ટીમને પણ બોલાવી છે.”
ડિસેમ્બર 2022 માં, પટિયાલાથી લગભગ 200 કિમી દૂર તરનતારન જિલ્લામાં એક પોલીસ સ્ટેશન પર રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) થી હુમલો કરવામાં આવ્યો હતો. સાત મહિના પહેલા, મોહાલીમાં પંજાબ પોલીસના ગુપ્તચર મુખ્યાલય પર પણ RPG વડે હુમલો કરવામાં આવ્યો હતો.
તમારા આ 6 વ્યવહારો પર નજર રાખે છે આવકવેરા વિભાગ, જો ભૂલ કરી તો ચોક્કસથી મળશે નોટિસ
અમિતાભ બચ્ચનની ૧૬૦૦ કરોડ રૂપિયાની મિલકત કોને મળશે? અભિષેક બચ્ચન એકમાત્ર વારસદાર નથી
પીએમ મોદીના મેનેજમેન્ટે રચ્યો ઇતિહાસ, દિલ્હીમાં આ રીતે 27 વર્ષના વનવાસનો આવ્યો અંત
ભાજપની લહેરમાં પોતાનું રાજકીય અસ્તિત્વ બચાવનાર AAPના આ 3 મંત્રીઓ કોણ છે?
હોમ લોન ચાલુ છે? તો જાણો તમારા EMIમાં કેટલો ઘટાડો થઈ શકે છે? સંપૂર્ણ ગણિત સમજો
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં