ટ્રેન્ડિંગનેશનલ

7 મહિનાની બાળકી થઈ પ્રેગ્નેન્ટ? ડોકટરો પણ ચોંકી ગયા, જાણો સમગ્ર મામલો

Text To Speech

દેહરાદૂન, 22 ઓગસ્ટ, ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સાત માસની બાળકી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. આ વાંચીને આશ્ચર્ય પામશો નહીં. માત્ર સાત મહિના પહેલાં જન્મેલી બાળકીના પેટમાં માનવ ભ્રૂણ વિકસી રહ્યું હતું. જેના કારણે બાળકનું પેટ અચાનક વધવા લાગ્યું. એક્સ-રે કરાવતાં ખબર પડી કે પેટમાં ગર્ભનો વિકાસ થઈ રહ્યો છે. જેના કારણે બાળકનો પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. તરત જ નવજાત શિશુનું ઓપરેશન કરીને માનવ ભ્રૂણને બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકની હાલત હવે સુધરી રહી છે. તેના પરિવારના સભ્યો પણ હવે ખુશ છે.

ડોક્ટરોએ ઓપરેશન કરી બાળકના પેટમાંથી ગર્ભ કાઢી નાખ્યું

મેડિકલ સાયન્સની દુનિયામાં આપણે આવી અનેક વાતો સાંભળીએ છીએ જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલ બાળક સ્વસ્થ છે. આવી ઘટનાઓને ‘ફીટસ-ઇન-ફીટૂ’ કહેવામાં આવે છે, જે લાખોમાંથી એક બાળકને થાય છે. ડોકટરના જણાવ્યા અનુસાર દુનિયામાં આ ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાંનો એક છે, જેમાં માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના ગર્ભમાં ભ્રૂણની રચના થાય છે. આને ‘ફીટસ-ઇન-ફીટૂ’ કહેવાય છે. આ ગર્ભ પરોપજીવીની જેમ મૂળ ગર્ભમાં વિકસે છે. અલ્ટ્રાસાઉન્ડના ઉપયોગથી આની જાણ માતાના ગર્ભમાં જ થઇ શકે છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં આની જાણ બાળકના જન્મ પછી જ થાય છે.

‘ફીટસ-ઈન-ફીટુ’ માનવ ભ્રુણ વિકાસની એક અત્યંત અસામાન્ય ઘટના છે. તેમાં ભ્રુણ વિકાસ સમયે અજ્ઞાત કારણે એક ભ્રુણ બીજાની અંદર વિકસીત થવા લાગે છે. બિલકુલ એક પરજીવીની જેમ અલ્ટ્રા સાઉન્ડથી તેની ખબર માના ગર્ભમાં જ મળી જાય છે પણ મોટેભાગે આવા મામલાની ખબર જન્મ બાદ થાય છે. કેટલાંક દિવસ પહેલા શિશુને લઈને તેના પરિવારજનો હોસ્પીટલે આવ્યા હતા અને તેને પેટ સંબંધી પરેશાની બતાવી, તપાસમાં શિશુને પેટમાં ગાંઠ હોવાની શંકા થઈ. જયારે એકસ-રે કરવામાં આવ્યો તો તેના પેટમાં ભ્રુણ હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં ઓપરેશન કરી ભ્રુણ દુર કરાયા બાદ શિશુ સ્વસ્થ છે 18 ઓગસ્ટે તેને રજા અપાઈ હતી.

આ પણ વાંચો..બાળકોની સોદાબાજીના રેકેટનો આ રીતે થયો ખુલાસોઃ ચાર ઝડપાયા

Back to top button