શ્રી રામની સાથે જ તેમના પરમભક્તની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું થશે અનાવરણ, જાણો ક્યાં છે?
- શ્રી રામના પરમભક્ત હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા દિલ્હીની ગીતા કોલોનીમાં કરવામાં આવી તૈયાર
- 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે તેમના પરમભક્તની પ્રતિમાનું થશે અનાવરણ
દિલ્હી, 10 જાન્યુઆરી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ધામ-ધુમથી ચાલી રહી છે. આ દિવસે રામલલાની મૂર્તિની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સમગ્ર દેશમાં આ દિવસને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પણ રામ મંદિર નિર્માણની ઉજવણી માટે હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં આ હનુમાનજીની 51 ફૂટ ઊંચી મૂર્તિની પણ પ્રતિષ્ઠા કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
રાજધાની દિલ્હીની ગીતા કોલોનીમાં હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. અહીંની મંદિર સમિતિએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે હનુમાનની મૂર્તિનું અનાવરણ કરવાનો નિર્ણય લીધો છે. બજરંગબલીની આ 51 ફૂટની પ્રતિમામાં એક ખભા પર રામ અને બીજા ખભા પર લક્ષ્મણ બેઠેલા છે. પ્રતિમા લગભગ તૈયાર છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જૂઓ અહીં પ્રતિમાનો વીડિયો:
#WATCH | A 51 feet tall idol of Lord Hanuman in Delhi’s Geeta Colony will be officially unveiled on 22nd January, the day of Ram Mandir ‘Pran Pratishtha’ pic.twitter.com/ZLvbLTOJYo
— ANI (@ANI) January 9, 2024
22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ
રામ નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે મંદિરનું કામ પૂર્ણ કરવા માટે કાર્યકરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. 22 જાન્યુઆરીએ પીએમ મોદી સહિત દેશના તમામ મોટા રાજકીય, ફિલ્મ અને ઈન્ડસ્ટ્રીના ચહેરાઓ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા આવવાના છે.
મંદિરનું બાંધકામ ક્યારે પૂર્ણ થશે?
મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું છે કે અયોધ્યામાં ત્રણ માળના રામ મંદિરનું નિર્માણ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે હાલમાં રામ મંદિરના ભોંયતળિયાનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, પહેલા અને બીજા માળનું નિર્માણ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. પુરૂષોત્તમ રામના જીવનના નિયમો, સિદ્ધાંતો અને ગરિમાની વિરૂદ્ધ હોય તેવું કોઈ કામ કરવામાં આવશે નહીં તેવી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ મંદિર ઓછામાં ઓછા 1000 વર્ષ સુધી ટકવાની આશા છે.
આ પણ વાંચો: PM મોદીએ ઉસ્માન મીરનું રામ ભજન વખાણ્યું, કહ્યું- આ સાંભળીને દિવ્ય અનુભૂતિ થશે