ગુજરાત

બગસરાના કડાયા ગામે 5 વર્ષની બાળકીને રમતી વખતે સાવજ ઉઠાવી ગયો, બાળકીના પિતાએ સિંહ પાછળ દોટ મૂકી; બાળકીનું મોત

Text To Speech

અમરેલીઃ બગસરના કડાયા ગામે એક 5 વર્ષની નિકીતા સુક્રમભાઈ ખેત મજૂર પરિવારની બાળકી વાડી વિસ્તારમાં પાણીની કુંડી પાસે રમતી હતી અને અચાનક સિંહ આવી ચડ્યો હતો. સિંહે શિકાર માટે બાળકી ઉપર હુમલો કરી પકડી લીધી અને ઢસડીને લઈ ગયો હતો.

હાકલા-પડકારા કર્યા છતાં સિંહે બાળકીને ન છોડી
ગામ લોકોના કહેવા પ્રમાણે આશરે અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. જો કે આ ઘટના તેના પિતા નજર સામે જ બની હતી. તેના પિતા પણ બાળકીને બચાવવા માટે સિંહની પૂંછડી પકડવા પણ પ્રયાસ કર્યો હતો. ભારે હાકલા પડકારા કર્યા ત્યારબાદ સિંહ બાળકીને મૃત હાલતમાં મૂકી ભાગ્યો હતો. આ ઘટના બાદ વાડી માલિક અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

લોકોએ વનવિભાગ સામે સવાલો ઉઠાવ્યો
વનવિભાગને જાણ થતાં વનવિભાગના અમરેલી ડિવિઝનના ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત સહિત કર્મચારીઓ દોડી ગયા હતા. પરંતુ ખેડૂતો અને ગ્રામજનોનો રોષ વધી ગયો જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને વનવિભાગ સામે રોષ સાથે વિરોધ પણ દર્શાવ્યો હતો. ગ્રામજનોએ સ્થળ ઉપર સિંહને તાકીદે ઝડપી પાડવા માટે ઉગ્ર માંગ ઉઠાવી હતી અને ખેડૂતોને કેવી રીતે વાડી વિસ્તારના અવર-જવર કરવી. આ સહિત અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. સિંહને અત્યારે જ ઝડપથી પાંજરે પૂરવા માંગ ઉઠાવી જ્યારે વનવિભાગ દ્વારા સિંહને પાંજરે પૂરવાની કવાયત શરૂ કરી હતી.

Back to top button