કેન્સર પીડિતો માટે 5 વર્ષની બાળકીએ અનોખી મિસાલ પૂરી પાડી, કરશે અમૂલ્ય વસ્તુનું દાન
અમદાવાદ, ૧૧ નવેમ્બર, યુવતીઓ માટે માથાના વાળ એ સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે જોકે પોતાના વાળ ની દેખરેખ માટે યુવતીઓ અવનવા સલૂનો માં જઈને પોતાના વાળ ની સારી રીતે કાળજી રાખતી હોય છે જોકે કેટલીક યુવતીઓ એવી પણ છે જે પોતાના કિંમતી વાળ બીજા ની મદદ માટે દાન આપતી હોય છે. અમદાવાદમાં રહેતી મૂળ ભાવનગરની વતની અને હાલ સિ.કે.જી. માં અભ્યાસ કરતી આ દીકરી કેન્સર પીડિતો માટે કરશે વાળનું દાન કરશે. આશ્ચર્ય એ છે કે આ બાળકી માત્ર ૫ વર્ષની જ છે જેનું નામ ધિમહી છે. ધીમહીને હેર ડોનેટ કરવાની પ્રેરણા તેના પિતા બળવંતભાઈ કલસારિયા પાસેથી મળી હતી.
કેન્સરની સારવાર દરમિયાન કીમોથેરપીની આડઅસરને કારણે માથાના વાળ ઉતરી જતાં હોય છે, જે સ્ત્રી માટે ખૂબ દુ:ખદ હોય છે. કેટલીક સ્ત્રીઓ કીમોથેરપી લેતાં અગાઉ જાતે જ માથે મુંડન કરાવી દેતી હોય છે, જેથી રોજ રોજ વાળ ઉતારતા જોવાની પીડા ના સહેવી પડે. ત્યારે મૂળ ભાવનગરની વતની અને હાલ સી.કે.જી. માં અભ્યાસ કરતી પાંચ વર્ષની બાળકી અન્ય જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે મુંડન કરાવી પોતાના વાળનું દાન કરવાનો નિર્ણય લીધો છે. તેણે એક સત્કાર્યના હેતુથી જરૂરિયાતમંદ લોકો માટે પોતાના લાંબા અને કાળા વાળનું દાન કરી આજના યુગમાં માનવતાની અનોખી મિસાલ પૂરી પાડી છે.
અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં રહેતી ધીમહી કલસારિયા મૂળ તળાજા, ભાવનગરની વતની છે. હાલ તે સી.કે.જી. માં અભ્યાસ કરી રહી છે અને તેની હાલની ઉંમર માત્ર 5 વર્ષની છે. તેના પિતા બળવંતભાઈ અને માતા નિતાબેન ખેતીકામ કરે છે. તેમજ તેની મોટી બહેન ધ્વનિ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. એજ્યુકેશન ઓફ સોશિયલ રિસર્ચ સેન્ટર સંસ્થા ચલાવતા તૃપલ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 5 વર્ષના બાળકો વાળ કપાવતા પણ ડરતા હોય છે. ત્યારે મૂળ ભાવનગરની આ બાળકી હસતા મોઢે મુંડન કરાવી કેન્સર પેશન્ટને મદદ કરવાના વિચારો બિરદાવવા લાયક છે. માત્ર પાંચ વર્ષની નાની વયે હેર ડોનેટ કરનારી ધીમહી કલસારિયા ગુજરાતની પ્રથમ બાળકી હશે.
ધીમહીના પરિવારના લોકોએ શું કહ્યું?
ધીમહીના કાકા સહદેવ કલસારિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ધીમહીએ પોતાના વાળનું અન્ય જરૂરિયાતમંદની માનવસેવા અર્થે દાન કર્યું તેનું અમને ગૌરવ છે. ઘણી જગ્યાએ રીત-રિવાજ મુજબ પરિવારમાં કોઈ નાનું બાળક હોય તેને અમુક સમય બાદ મુંડન કરાવતા હોય છે. ત્યારે ધીમહીને પણ મુંડન કરાવવાનું હતું. પરંતુ તેના પિતાને ઓનલાઈન સોશિયલ મીડિયા દ્વારા ધીમહીના લાંબા વાળનું મુંડન કરાવ્યા બાદ આ હેરનો ઉપયોગ કોઈ સારા કાર્યમાં થાય. તેમજ જરૂરિયાતમંદ લોકોને કામમાં આવે તે હેતુથી તેમના સમગ્ર પરિવારે હેર ડોનેટ કરવા સપોર્ટ કર્યો હતો.
આ પણ વાંચો…અદ્દભૂત કહો કે પાગલપન: અમરેલીમાં ખેડૂતે કારને આપી સમાધિ, ઢોલ-નગારા સાથે કાઢ્યું સરઘસ, જૂઓ વીડિયો