સુરત શહેરમાં બાળકોને કુતરા કરડી રહ્યા હોવાના બની રહેલા બનાવો વચ્ચે બુધવારે બપોરે ભેસ્તાન ખાતેના આરએમસી પ્લાન્ટ પાસે રમી રહેલા બાળકો પૈકી એક બાળકને ચારથી પાંચ કુતરાએ બચકા ભરી લેતા ગંભીર ઇજાઓ થવાથી સિવિલના બિછાને મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદ સાવધાન : AMC દ્વારા કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરાયો
ચારથી પાંચ કુતરા સાહિલ પર તૂટી પડ્યા
મૂળ મધ્યપ્રદેશના જાંબુવાનો વતની રસુલ પારધી ભેસ્તાન ખાતેના આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટ નજીક આવેલા આરએમસી પ્લાન્ટમાં મજૂરી કામ કરી ત્યાં જ પરિવાર સાથે રહે છે. બુધવારે બપોરે રસુલનો પાંચ વર્ષે પુત્ર સાહિલ પ્લાન પાસે બાળકો સાથે રમી રહ્યો હતો. તે સમયે દોડતા આવેલા ચારથી પાંચ કુતરા સાહિલ પર તૂટી પડ્યા હતા અને સંખ્યા બધ બચકા ભરી લીધા હતા.
આ પણ વાંચો: અમદાવાદ મંડળના માળીયા મિયાણા સ્ટેશન ઉપર આ ટ્રેનો પ્રભાવિત રહેશે
તબીબો એ બાળકને મરણ જાહેર કર્યો
આ દ્રશ્ય જોઈ દોડી આવેલા લોકોએ કુતરાઓને ભગાવ્યા હતા. ત્યારબાદ સાહિલના પિતાને જાણ કરાતા તેઓ તેને સારવાર માટે સ્થાનિક વિસ્તારની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ બાળકની હાલત ગંભીર હોય 108 એમ્બ્યુલન્સમાં ઓક્સિજન પર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબો એ બાળકને મરણ જાહેર કર્યો હતો.