ટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડવિશેષ

વાવાઝોડામાં 4 મહિનાનું બાળક ઊડી ગયું, મળ્યું આ હાલતમાં…

Text To Speech

અમેરિકા, 19 ડિસેમ્બર : અમેરિકામાં આવેલા ટોર્નેડોમાં 4 મહિનાનું બાળક ઊડી ગયું હતું. કહેવાય છે ને કે જો કોઈ વ્યક્તિનું આયુષ્ય પૂર્ણ થયું ન હોય તો તે કોઈને કોઈ રીતે બચી જાય છે. આવું જ કંઈક 4 મહિનાના બાળક સાથે થયું, જે ભયંકર ટોર્નેડોથી બચી ગયુ.

તમે દુનિયામાં ઘણી એવી ઘટનાઓ તો સાંભળી જ હશે, જેમાં લોકોને મૃત માંની લેવામાં આવે છે પરંતુ પછી તે જીવતા હોય છે. તાજેતરમાં જ એક નાના બાળક સાથે પણ આવી જ ઘટના બની હતી, જેના પરિવારજનોએ પણ માની લીધું હતું કે તે જીવિત નથી. પરંતુ ભાગ્ય કંઈક અલગ જ મંજૂર હતું કે આ ભયંકર વાવાઝોડામાં પણ બાળકનો જીવ બચી ગયો.

તમે એ કહેવત તો સાંભળી જ હશે – ‘જાકો રાખે સાઇયાં માર શકે ના કોઈ’ આજે તેનું એક ઉદાહરણ પણ છે, જે અમેરિકાના ટેનેસીમાં જોવા મળ્યું હતું. અહીં 4 મહિનાનું બાળક ટોર્નેડોમાં ઊડી ગયું હતું. આ ઘટના પછી બાળકના માતા-પિતા સંપૂર્ણ આઘાતમાં હતા કારણ કે વાવાઝોડું એટલું ભયંકર હતું કે તેણે ઘણી તબાહી મચાવી હતી.

4 મહિનાનું બાળક તોફાનથી ઊડી ગયું

એક રિપોર્ટ અનુસાર, સિડની મૂર નામની 22 વર્ષની મહિલા મોબાઈલ હોમ એટલે કે એક ચાલતાં-ફરતાં ઘરમાં આ મહિલા રહે છે. તાજેતરમાં તેમના વિસ્તારમાં ટોર્નેડો આવવાના કારણે તેમના પોર્ટેબલ ઘરની છતની સાથે તેમનું 4 મહિનાનું પારણામાં ઊંઘતું બાળક પણ આ ટોર્નેડોમાં તેની સાથે ઊડી ગયું. ટોર્નેડો એટલો મજબૂત અને ખતરનાક હતો કે આજુબાજુનો સમગ્ર વિસ્તાર નાશ પામ્યો સાથે જ વૃક્ષો પણ ઉખડી ગયા હતા. આવી સ્થિતિમાં બાળક ન મળતાં માતા-પિતાએ આશા છોડી દીધી હતી.

રડતું બાળક ઝાડ પર મળ્યું

વાવાઝોડું પસાર થઈ ગયા બાદ સિડનીએ તેના પાર્ટનર સાથે મળીને 10 મિનિટ સુધી અહીં-ત્યાં શોધખોળ દરમિયાન તેઓએ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો, ટોર્નેડોએ તેમના બાળકને 30 ફૂટ દૂર સુધી ઉડાડીને એક ઝાડ પર અટક્યું, જોરદાર પવનના કારણે ઝાડ પણ ધરાશાયી થયું પરંતુ ચમત્કાર એ થયો કે બાળક બચી ગયું. ડૉક્ટરોએ કહ્યું કે તે એકદમ સ્વસ્થ છે, તે થોડું ડરી ગયું છે.

આ પણ વાંચો : પૃથ્વીની નજીકની જગ્યા ઠંડી છે કે ગરમ, ત્યાં માનવી પહોંચશે તો શું પરિણામ આવશે?

Back to top button