ગુજરાતટોપ ન્યૂઝ

ધ્રૂજી તાલાલાની ધરાઃ વહેલી સવારે આવ્યો 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલાથી 13 કિમી. દૂર નોંધાયું કેન્દ્રબિંદુ

Text To Speech

કાળઝાળ ગરમીની વચ્ચે આજે સવારે ગીર સોમનાથના તાલાલાની ધરા અચાનક જ ધ્રૂજવા લાગી હતી. ભૂકંપના આંચકાથી લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. તાલાલામાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે.

વહેલી સવારે 6 વાગ્યે ધ્રૂજી ધરા
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ભૂકંપની જંગલ વિસ્તારમાં વધુ અસર થઇ છે. જો કે નુકસાનના હજું સુધી કોઇ અહેવાલ નથી. આ સાથે જૂનાગઢના દેવળિયામાં પણ આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છમાં પણ થોડા દિવસો પહેલા અનુભવાયા હતા આંચકા
મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા કચ્છમાં પણ 2.5ની તીવ્રતાના ભૂંકપના આંચકા અનુવાયા હતાં.તે સમયે તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યાં હતાં.

Back to top button