રમતાં રમતાં 3 વર્ષની બાળકીએ પી લીધો દારૂ, નશો ઉતારવા નવડાવી તો…
HD ન્યૂઝ ડેસ્ક, 31 જુલાઇ, બલરામપુર જિલ્લામાંથી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. અહીં ત્રણ વર્ષની માસૂમ બાળકીએ રમતા રમતા ઘરમાં રાખેલો દારૂ પાણી સમજીને પી લીધો હતો. બોટલમાં રાખેલો દારૂ પાણી સમજીને પી ગઈ હતી. અજાણતા દારૂ પીધા બાદ બાળકીને નશો થવા લાગ્યો અને થોડી વારમાં તે બેભાન થઈ ગઈ. આ પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ પછી સમગ્ર પરિવારમાં ભયનો માહોલ છે. આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે. આ ઘટના જિલ્લાના ત્રિકુંડા ગામમાં બની હતી.
છત્તીસગઢના બલરામપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ત્રણ વર્ષની બાળકીએ રમતી વખતે ઘરમાં રાખેલો દેશી દારૂ પીધો હતો. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના મંગળવારે બપોરે બની હતી. બાળકીને બલરામપુરથી અંબિકાપુર રિફર કરવામાં આવી હતી પરંતુ તેનો જીવ બચી શકાયો ન હતો. મામલો ત્રિકુંડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ડોકટરોએ બાળકીને બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ આલ્કોહોલના કારણે તેના લીવર, કિડની અને હૃદયને ખરાબ રીતે નુકસાન થયું હતું. જેના કારણે તે બચી શકી ન હતી.
અજાણતા દારૂ પીધા બાદ બાળકીને નશો થવા લાગ્યો ત્યારે તે બહાર આવી અને તેની માતાને નહાવા માટે કહ્યું, માતા કંઈ સમજે તે પહેલા બાળકી બેભાન થઈ ગઇ. જેના કારણે સરિતાની માતા ડરી ગઈ અને તેણે તેના પતિ રામ સેવકને ઘરે બોલાવ્યો. રામસેવકે ઘરે આવીને જોયું તો માતાના રૂમમાં દારૂ વેરવિખેર પડ્યો હતો. આ પછી તરત જ પરિવાર બાળકીને વદરાફનગર હોસ્પિટલમાં લઈ ગયો. જ્યારે ત્યાંના ડોકટરોએ તેની તબિયત બગડતી જોઈ તો તરત જ તેને અંબિકાપુર મેડિકલ કોલેજમાં રીફર કરી. સરિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બાદમાં પોલીસે પણ સ્થળ પર પહોંચી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપ્યો હતો.
આ કિસ્સામાં, ડોકટરો કહે છે કે આલ્કોહોલ બાળકો અને પુખ્ત વયના લોકોને સમાન રીતે અસર કરે છે, જો કે, નાની ઉંમરને ધ્યાનમાં લેતા, આલ્કોહોલની થોડી માત્રા પણ બાળક માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. ખાસ કરીને દેશી દારૂ વધુ ખતરનાક છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ સ્પષ્ટ થશે કે બાળકીના લોહીમાં કેટલું આલ્કોહોલ હતું.
આ પણ વાંચો..બળાત્કારીને માત્ર આટલી જ સજા? આ સજા છે કે દુષ્કર્મ કરવાનું પ્રોત્સાહન? જાણો ચોંકાવનારા “ન્યાય” વિશે