અમદાવાદમાં 200 વર્ષ જુના પ્લાન્ટ બોન્સાઇ વૃક્ષ પ્રદર્શનમાં જોવા મળશે
- 50 ફૂટ કરતા વધુ ઊંચા જોવા મળતા વૃક્ષો વામન રૂપે 3-4 ફૂટમાં કુંડામા જોવા મળશે
- દેશમાં પ્રથમ વાર જાપાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર બોન્સાઇ વૃક્ષ પ્રદર્શન
- 4 માર્ચથી 10 માર્ચ દરમિયાન સિંધુભવન ઓક્સિજન પાર્ક પાસે બોન્સાઇ શો
અમદાવાદમાં બોન્સાઇ શો યોજાશે. જેમાં 200 વર્ષ જુના પ્લાન્ટનું કુંડામાં પ્રદર્શન થશે. અમદાવાદમાં આજથી બોનસાઇ શો શરૂ થશે. સિંધુ ભવન રોડ પર 4 થી 10 માર્ચ દરમિયાન બોનસાઈ શો યોજવામાં આવી રહ્યો છે. AMC દ્વારા આયોજીત બોન્સાઈ શોનું ઉદ્ધાટન મુખ્યમંત્રી કરશે.
આ પણ વાંચો: વડોદરાના તરસાલી હાઈવે પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક જ પરીવારના 5 સભ્યોના મૃત્યુ
4 માર્ચથી 10 માર્ચ દરમિયાન સિંધુભવન ઓક્સિજન પાર્ક પાસે બોન્સાઇ શો
દેશમાં પ્રથમ વાર જાપાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર બોન્સાઇ વૃક્ષ પ્રદર્શન અમદાવાદમાં થવા જઇ રહ્યું છે. બોન્સાઇ અને ટ્રોપીયોરી શોને લઈને AMC દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ફ્લાવર શો 2024ની સફળતાને જોતા એઅમસી દ્વારા બોન્સાઇ શોને લઈને ઉત્સાહ વધ્યો છે. 4 માર્ચથી 10 માર્ચ દરમિયાન સિંધુભવન ઓક્સિજન પાર્ક પાસે બોન્સાઇ શો યોજાશે. જેની એન્ટ્રી ફી 50 રૂપિયા હશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદથી મળશે રાહત, પણ ઠંડીનો ચમકારો યથાવત
50 ફૂટ કરતા વધુ ઊંચા જોવા મળતા વૃક્ષો વામન રૂપે 3-4 ફૂટમાં કુંડામા જોવા મળશે
50 ફૂટ કરતા વધુ ઊંચા જોવા મળતા વૃક્ષો વામન રૂપે 3-4 ફૂટમાં કુંડામા જોવા મળશે. વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી બોન્સાઇ વૃક્ષો તૈયાર કરાયા છે. 50થી 200 થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવતા કેટલાય બોન્સાઇ વૃક્ષો પ્રદર્શનમાં જોવા મળશે. અમદાવાદ સહિત દેશના અન્ય રાજ્યો માંથી 800 થી 1000 જેટલા બોન્સાઇ વૃક્ષો પ્રદર્શનમાં મુકાશે. રાજ્ય બહારથી પ્રદર્શન માટે લાવવામાં આવનાર બોન્સાઇ વૃક્ષોની કિંમત લાખો રુપિયા છે. મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને જુદા જુદા આકાર આપવાની કળાને બોનસાઇ તરીકે ઓળખવામાં આવે છે.