ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સુરત મનપાના વાંકે 2 વર્ષના માસૂમનું થયું દર્દનાક મૃત્યુ: માતા-પિતાનું હૈયાફાટ રુદન

Text To Speech
  • માતાએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો

સુરત, 6 ફેબ્રુઆરી: 2025: સુરત શહેરના ન્યૂ કતારગામ વિસ્તારમાં ગઈકાલે બુધવારે તા. 5 ફેબ્રુઆરીની સાંજે 5.30ની આસપાસ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની મદદથી ડ્રેનેજ લઈનમાં શોધખોળ શરૂ કરી હતી. NDRFની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકની ભારે શોધખોળ બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે.

સુમન સાધના આવાસમાં રહેતો 2 વર્ષનો કેદાર શરદભાઈ વેગડમાતા સાથે સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઇસક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યું હતું. દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી. 3 ફૂટ પહોળી આ ગટરમાં બાળક ઊંધા માથે પડ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

માતાએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો
આજે NDRFની પણ મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન 24 કલાક બાદ વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી બાળકને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યું છે. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક બાળકની માતા વૈશાલીએ કહ્યું કે, ન્યાય લીધા વગર હું અહીંથી ઉઠવાની નથી. કોર્પોરેશને બાળ હત્યા કરી છે, મારા બાળકની હત્યા થઈ છે. જ્યાં સુધી દોષિતોની સામે એફઆઇઆર દાખલ નહીં થાય ત્યાં સુધી હું અહીંથી ઊઠવાની નથી. આજે મારુ બાળક મર્યું છે કાલે કોઈ બીજાનું બાળક મળશે. અત્યાર સુધીમાં જે થયું ત્યાંથી બચી ગયા પરંતુ, આ વખતે ખોટી જગ્યા પર હાથમાં આવી ગયા છે. આ વખતે તો ન્યાય લઈને જ રહીશું અને જે પણ દોષિત છે એને જેલના સળિયા પાછળ ધકેલીને જ રહીશું. આ વખતે અમે કોઈને બક્ષવાના નથી. કોર્પોરેશન તમામ પ્રકારના વેરા લે છે તેમાં તો કઈ બાકી છોડતું નથી. આવી બેદરકારી રાખે તે કેવી રીતે ચાલી શકે.

આ પણ વાંચો..શુ તમે આ સ્થળે પ્લોટ ખરીદ્યો તો નથી ને, અનેક રહેણાક પ્લોટમાંથી પસાર થશે રેલવે

Back to top button