ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

1920ની ટાઈમ કેપ્સૂલ! અમેરિકામાં હાઈસ્કૂલના મકાનના ખોદકામમાં મળી મોટી સફળતા

  • શાળાનો ઈતિહાસ અનોખી રીતે જાણવાનો નવો રસ્તો બહાર આવતાં સ્થાનિક લોકો અને વહીવટીતંત્રમાં ખુશીની લહેર છવાઈ ગઈ

HD ન્યૂઝ ડેસ્ક, 2 મે: અમેરિકામાં હાઈસ્કૂલ તરીકે ઉપયોગમાં લેવાતી જૂની ઈમારતને તોડી પાડવાની કામગીરી દરમિયાન 1920ની ટાઈમ કેપ્સૂલ મળી આવી હતી. જેનાં થકી શાળાનો ઈતિહાસ અનોખી રીતે જાણવાનો નવો રસ્તો બહાર આવતાં સ્થાનિક લોકો અને વહીવટીતંત્રમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. તાજેતરમાં, મિનેસોટા(Minnesota)ના ઓવાટોન્ના(Owatonna)માં એક સામુદાયિક કાર્યક્રમના ભાગ રૂપે ભૂતપૂર્વ હાઈસ્કૂલની ઇમારતને તોડી પાડતી વખતે, બાંધકામના કર્મચારીઓને 1920ના દાયકાનીટાઈમ કેપ્સૂલ મળી આવી હતી.

 

ઓવાટોન્ના હાઈસ્કૂલના પાયાની અંદર ટાઈમ કેપ્સૂલ દાટેલી મળી

જ્યારે કામદારોએ ઇમારતનો આગળનો દરવાજો તોડી નાખ્યો ત્યારે ઓવાટોન્ના હાઈસ્કૂલના પાયા નીચે ટાઈમ કેપ્સૂલ દટાયેલી મળી આવી હતી. ટાઈમ કેપ્સૂલ સાથે મળી આવેલી વસ્તુઓમાં 1920થી ઓવાટોના પબ્લિક સ્કૂલની સ્ટાફ માર્ગદર્શિકા, હાઇસ્કૂલનો માસ્કોટ લોગો, વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા અખબારની નકલ, તે વર્ષના સ્થાનિક અખબારો અને વ્યવહારની વિગતોનો સમાવેશ થાય છે.

 

સમુદાયના ઈતિહાસ અને દૂરદ્રષ્ટિ વિશે જાણવાની ઉત્તમ તક: શાળા વિસ્તારના અધિક્ષક

શાળા વિસ્તારના અધિક્ષક જેફ એલ્સ્ટેડે જણાવ્યું હતું કે, “અમે એ જાણીને રોમાંચિત થયા છીએ કે હાઇસ્કૂલના પાયાના પથ્થર નીચે ટાઈમ કેપ્સૂલ મૂકવામાં આવી હતી. અમારા સમુદાયના ઇતિહાસ અને જે લોકો ઉત્તમ જીવન જીવ્યા છે તેમના વિશે વધુ શીખવું હંમેશા રોમાંચક છે.” ” તેમની પાસે એક એવી શાળા બનાવવાની અગમચેતી(દૂરદ્રષ્ટિ) હતી જેણે પેઢીઓથી ઘણા વિદ્યાર્થીઓને સેવા કરી રહ્યું છે. જો કે, તે વસ્તુઓને શોધવામાં ખાસ મજા આવી જે વિશેષ રૂપે તે સમયની શાળાઓ વિશેની ખાસ માહિતી આપે છે.”

સ્ટીલ કાઉન્ટી હિસ્ટોરિકલ સોસાયટી ટાઇમ કેપ્સ્યુલનું કરી રહી છે નિરીક્ષણ 

આ અમૂલ્ય અને ઐતિહાસિક ખજાનાઓનું કાળજીપૂર્વક સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે Owatonna હાઈસ્કૂલ મ્યુઝિયમ કમિટી સ્ટીલ કાઉન્ટી હિસ્ટોરિકલ સોસાયટી સાથે સહયોગ કરી રહી છે. આ સંરક્ષણ પ્રક્રિયા પછી, ટાઇમ કેપ્સ્યુલમાં મળેલી વસ્તુઓને લાંબા સમય સુધી રાખવા માટેના અંતિમ સ્થાન વિશે નિર્ણય લેવામાં આવશે. કેટલીક વસ્તુઓ શાળામાં પ્રદર્શનમાં મૂકવામાં આવી શકે છે, જ્યારે અન્યને ઐતિહાસિક સોસાયટીના સંગ્રહમાં કાયમી ધોરણે મૂકવામાં આવી શકે છે. જેફ એલ્સ્ટેડે કહ્યું કે, “આ શોધે સમુદાયને સ્થાનિક ઇતિહાસને જોવાની નવી તક આપી છે. અમે ટાઈમ કેપ્સૂલના ઐતિહાસિક મહત્ત્વની પ્રશંસા કરીએ છીએ અને ભવિષ્યની પેઢીઓ માટે આપણા ઈતિહાસને સાચવવા માટે તૈયાર છીએ.”

આ પણ જુઓ: UNનું સભ્યપદ આપવાની પેલેસ્ટાઈનની માંગને ભારત આપ્યું સમર્થન, અમેરિકાએ કર્યો હતો વિરોધ

Back to top button