અમદાવાદના હચમચાવી નાખનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલ સામે કાયદાનો ગાળીયો કસાયો છે. આરોપી તથ્ય પટેલે 19 જુલાઈએ મોડી રાત્રે બેફામ રીતે કાર હંકારીને 9 લોકોને કચડી નાખ્યા હતા, આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા 10 થઈ ગઈ છે. આ મામલે તથ્ય પટેલ સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.
તથ્ય પટેલ સામે 1700 પાનાની ચાર્જશીટ કરાઈલ રજૂ
પ્રાપ્ત વિગતો મુજબ ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ પોલીસ કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કરવામા આવી છે. તથ્ય પટેલ સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. જેમાં આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 50થી વધુ લોકોના નિવેદનનો સમાવેશ કરાયો છે. તે સિવાય ચાર્જશીટમાં FSLના રિપોર્ટ, બાઈક સવારે લીધેલા વીડિયોના આધારે તૈયાર કરાયેલો સ્પીડ રિપોર્ટ, જગુઆર કારનો ટેક્નિકલ અને સ્પોટ રિપોર્ટ સાથે જ તથ્યના ડીએનએ સહિતના વિવિધ રિપોર્ટ જોડવામાં આવ્યા છે. જેગુઆર કારનો UKથી પણ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે અને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઆ સાથે IPCની કલમ 308 (મનુષ્યવધ) ઉમેરવાની મંજૂરી મળતા તેનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. આજે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે. હવે આ કેસ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય સામે આજે કોર્ટમાં 5000 પાનાની ચાર્જશીટ કરાશે રજૂ
અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી સૌથી ઝડપી ચાર્જશીટ
માત્ર 10 દિવસની અંદર 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 અઠવાડિયામાં ચાર્જશીટ થશે તેવું નિવેદન આપ્યું હતું, ત્યારે ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે.
આ પણ વાંચો : દશામાના વ્રતની આજે પૂર્ણાહૂર્તિ, જૂઓ 10 દિવસની પૂજા અર્ચના બાદ મૂર્તિઓની દુર્દશા