રાજકોટમાં બે કંપની પર IT વિભાગની કાર્યવાહીમાં 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કરાયો
- ઢગલાબંધ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આઇટીને મોટી સફળતા મળી
- રાજકોટ IT વિભાગ દ્વારા કરોડોની વસુલાતનો ટાર્ગેટ
- લડાણી એસોસિયેટ અને ઓર્બીટ ગ્રુપની કરચોરી પકડાઇ
રાજકોટમાં બે કંપની પર IT વિભાગની કાર્યવાહીમાં 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં લડાણી એસોસિએટ, ઓર્બિટ ગ્રુપ પર ITની તવાઈ થઇ છે. તેમાં કરોડો રૂપિયાની કરચોરી IT વિભાગે ઝડપી પાડી છે. તેમજ IT વિભાગે 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. લડાણી એસોસિયેટ અને ઓર્બીટ ગ્રુપની કરચોરીનો 1500 પાનાનો રિપોર્ટ આઇટીએ તૈયાર કર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત ATSની તપાસમાં થયો મોટો ખુલાસો, દેશમાં ISનું સ્લીપર સેલ એક્ટિવ!
ઢગલાબંધ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આઇટીને મોટી સફળતા મળી
બંને ગ્રુપના 20થી વધુ બેન્ક લોકર ખોલવામાં આવ્યા બેન્ક લોકરમાંથી મોટા પ્રમાણમાં રોકડ અને દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. ગત નાણાકીય વર્ષમાં ઇન્કમટેક્સ વિભાગે રાજકોટમાં સૌથી મોટી રેડ પાડી 30 થી વધુ સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કરોડો રૂપિયાની કચોરી પકડાઈ હતી આ ઉપરાંત ઢગલાબંધ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આઇટીને મોટી સફળતા મળી હતી.
રાજકોટ IT વિભાગ દ્વારા કરોડોની વસુલાતનો ટાર્ગેટ
રાજકોટ IT વિભાગ દ્વારા કરોડોની વસુલાતનો ટાર્ગેટ છે. જેમાં ચાલુ વર્ષે 4 હજાર કરોડની વસુલાતનો ટાર્ગેટ રખાયો છે. તેમાં બિલ્ડર, સોની વેપારીઓ, ઉદ્યોગકાર પર ખાસ નજર રાખવામાં આવી છે. જેમાં શેર અને સોનામાં રોકાણકાર ઉપર પણ ITની નજર છે. રૂપિયા 1500 કરોડથી વધુનો કોર્પોરેટ ટેકસ વસુલવાનો લક્ષ્યાંક છે.રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા ચાલુ વર્ષે 4 હજાર કરોડની વસુલાતનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તેમાં બિલ્ડર લોબી, સોની વેપારીઓ અને ઉદ્યોગકાર ઉપર ખાસ નજર રહેશે. મોંઘી મિલકતની ખરીદી કરનાર, શેર અને સોનામાં રોકાણકાર ઉપર પણ આઇટીની નજર છે. સૌરાષ્ટ્ર કરછમાં 30 લાખથી વધુ કરદાતાઓ નોંધાયેલા છે. આ વર્ષે 1500 કરોડથી વધુનો કોર્પોરેટ ટેકસ વસૂલ કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.