ટ્રેન્ડિંગવર્લ્ડ

બાંગ્લાદેશમાં 150 વર્ષ જૂના બૌદ્ધ મઠને સળગાવી દીધો

Text To Speech
  • 150 વર્ષ જૂના બૌદ્ધ મઠને આગ લગાવતાં તેની સીડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ, યુવકની શોધખોળ ચાલુ

બાંગ્લાદેશ, 07 જાન્યુઆરી: બાંગ્લાદેશમાં, શુક્રવારની રાત્રે (5 જાન્યુઆરી, 2024) એક 150 વર્ષ જૂના બૌદ્ધ મઠને એક માસ્ક પહેરેલા વ્યક્તિએ આગ લગાવી દીધી હતી. કોક્સ બજાર જિલ્લાના રામુ ઉપજિલ્લાના ચેર્નાઘાટા વિસ્તારમાં આવેલા આ મઠના પ્રવેશ દ્વારને આગમાં મોટું નુકસાન થયું છે. આ ઘટના આ ઈસ્લામિક દેશમાં સામાન્ય ચૂંટણીના બે દિવસ પહેલા બની હતી.

 

રામુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અબુ તાહેર દિવાનના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 2 વાગ્યે બની જ્યારે મઠના પૂજારી સૂઈ રહ્યા હતા. દીવાને કહ્યું કે પૂજારીઓએ મદદ માટે બૂમો પાડ્યા બાદ સ્થાનિક લોકો બચાવમાં આવ્યા અને આગને કાબૂમાં લીધી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે આ દુર્ઘટનાની માહિતી મળતાં જ રામુ ફાયર સર્વિસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી. આગની ઘટનામાં બૌદ્ધ મઠ સંકુલની અંદર લાકડાની સીડી બળીને રાખ થઈ ગઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે, “જો કે આગને તાત્કાલિક કાબુમાં લેવાથી અન્ય કોઈ મોટું નુકસાન થયું ન હતું, પરંતુ 150 વર્ષ જૂના આશ્રમમાં લાગેલી આગમાં તેની સીડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.”

આગની ઘટના પછી મોટી સંખ્યામાં પોળીસ દળ તૈનાત

આ મઠ ચેરનાઘાટાના રખાઈન સમુદાય માટે પવિત્ર છે. ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યો હતો, અને આ કેસની તપાસના ભાગરૂપે પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરુ કરી હતી.

આગ જાણી જોઈને લગાવવામાં આવી

પોલીસ દ્વારા સીસીટીવી તપાસતાં પ્રકાશમાં આવ્યું કે એક માસ્ક્ડ પેરીને યુવાન મઠમાં પ્રવેસ મેળવ્યો હતો અને ત્યાર બાદ તેણે મોકો જોઈને 150 વર્ષ જૂના મઠની સીડીઓ પર કેરોસીન તેલ રેડીને આગ લગાવી દીધી હતી અને ત્યાર બાદ તે દિવાલ કુદીને ભાગી ગયો હતો. આગ લગાવનારની હજી કોઈ ઓળખ થઈ નથી, આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ચીન ભારતમાં તો ન ઘૂસી શક્યું, પણ ભૂતાનમાં કબજો કર્યો!

Back to top button