મોરબીમાં થયેલ દુર્ઘટના બાદ કચ્છના માંડવીમાં આવેલો 150 વર્ષ જૂના પુલને હવે સદંતર બંધ કરાયો છે. જેમાં ગઇકાલે 150 વર્ષ જૂના રૂકમાવતી બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માંડવીના આ જૂના પુલ પરથી ભારે વાહનોની અવર જવર પર મનાઈ ફરમાવવામાં આવી છે.
આ પણ વાંચો: જુનાગઢ: મોરબી દુર્ઘટના બાદ લીલી પરિક્રમા અંગે લેવાયો મોટો નિર્ણય
ભારતમાં આ એકમાત્ર માળખું છે જે હાલમાં અસ્તિત્વમાં
ઉલ્લેખનીય છે કેમોરબીમાં ઝૂલતા પુલ હોનારત પછી તમામ શહેરોનું તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં રૂકમાવતી બ્રિજ વર્ષ 1883 માં રૂકમાવતી નદી પર બાંધવામાં આવ્યો હતો, રૂકમાવતી નદીના કિનારે માંડવી શહેર વસેલું છે. આ પ્રકારનો આ સૌથી લાંબો બ્રિજ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી ફક્ત આ બ્રિજમાં જ જોઈ શકાય છે, કારણ કે ભારતમાં આ એકમાત્ર માળખું છે જે હાલમાં અસ્તિત્વમાં છે.
સુદામાં સેતુ યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ બંધ
ગઇકાલે અમદાવાદના અટલ બ્રિજ પર એક કલાકમાં ત્રણ હજાર લોકોને અન્ટ્રી આપવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમજ દ્વારકા ખાતે આવેલ ગોમતી ધાટ પાસે સુદામાં સેતુ યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ બંધ કરાયો છે.