ટોપ ન્યૂઝમનોરંજન

ઓસ્કારમાં મોકલવામાં આવેલી ભારતીય ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ 15 વર્ષના એક્ટરનું કેન્સરથી મોત

Text To Speech

મુંબઈઃ એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન થઈ ગયું છે. રાહુલ માત્ર 15 વર્ષનો જ હતો. રાહુલના મોતનું કારણ કેન્સર જણાવવામાં આવી રહ્યું છે.

ચાઈલ્ડ એક્ટરનું મોત
15 વર્ષનો રાહુલ કોલી ભારત તરફથી આ વર્ષે ઓસ્કારમાં એન્ટ્રી કરનારી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટર હતા. રાહુલે ‘છેલ્લો શો’ ફિલ્મમાં શાનદાર કામ કરી નાની ઉંમરથી ખાસ ઓળખ બનાવી લીધી હતી. રાહુલે હજુ પોતાના સપનાંની ઉડાન ભરવાનું શરુ કર્યું હતું પરંતુ તે પહેલાં જ તેને કેન્સરના કારણે દુનિયાને અલવિદા કહેવું પડ્યું.

Rahul Koli
પુત્ર અંગે વાત કરતા જણાવ્યું કે- તે ઘણો જ ખુશ હતો અને વારંવાર મને કહેતો હતો કે 14 ઓક્ટોબર પછી આપણી જિંદગી બદલાઈ જશે. પરંતુ ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ રાહુલનું નિધન થઈ ગયું.

એક રિપોર્ટ મુજબ રાહુલના પિતા એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે. રાહુલના પરિવારે સોમવારે તેમના પૈતૃક ગામ હાપામાં પ્રેયર મીટ રાખી હતી. રાહુલના પિતા પોતાના પુત્રના મોતથી ઘણાં જ દુઃખી છે. તેમને પોતાના પુત્ર અંગે વાત કરતા જણાવ્યું કે- તેઓ ઘણાં જ ખુશ હતા અને વારંવાર મને કહેતા હતા કે 14 ઓક્ટોબર પછી આપણી જિંદગી બદલાઈ જશે. પરંતુ ફિલ્મ રજૂ થાય તે પહેલાં જ રાહુલનું નિધન થઈ ગયું. રાહુલનો પરિવાર તેના નિધનથી આઘાતમાં છે.

‘છેલ્લો શો’ ફિલ્મમાં ઓસ્કારની રેસમાં સામેલ થઈ
‘છેલ્લો શો’ ફિલ્મની વાત કરવામાં આવે તો આ એક ઓટોબાયોગ્રીફિક્લ ડ્રામા ફિલ્મ છે, જેમાં 9 વર્ષના કિશોરનું જીવન દેખાડવામાં આવ્યું છે. આ કિશોરનું જીવન ત્યારે બદલાય જાય છે, જ્યારે તે પોતાની લાઈફની પહેલી પિક્ટર થિયેટરમાં જુએ છે.

Rahul Koli
ફિલ્મ ઓસ્કાર 2023ની દોડમાં સામેલ થનારી દેશની પહેલી ફિલ્મ બની છે. આ એક ગુજરાતી ફિલ્મ છે.

ફિલ્મ ઓસ્કાર 2023ની દોડમાં સામેલ થનારી દેશની પહેલી ફિલ્મ બની છે. આ એક ગુજરાતી ફિલ્મ છે. પાન નલિનની આ ફિલ્મ એકેડમી એવોર્ડ્સના બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં સામેલ થઈ છે.

Back to top button