ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતના આ શહેરમાં સર્જાયો 10 કિમી લાંબો ટ્રાફિકજામ!

Text To Speech
  • વડોદરામાં ટ્રાફિકજામથી લોકો પરેશાન 
  • નેશનલ હાઇવે નં-48 પર 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ!
  • સ્થાનિકોની તંત્ર સામે નારાજગી
  • કેમ સર્જાયો આટલો લાંબો ટ્રાફિકજામ? વાંચો આ સમાચાર  

વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર જાંબુવા બ્રિજના રોડનું સમારકામ શરૂ કરવામાં આવતા બ્રિજ પર ગઈકાલે સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિકજામ સર્જાયો હતો. રાત પડતાં તો આ ટ્રાફિકજામ 10 કિલોમીટર લાંબો થઇ ગયો હતો. જાંબુવા નદી પરના બ્રિજ પર ખાડા પડતા રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેથી અહીં 24 કલાકથી ટ્રાફિકજામ થતાં વાહનચાલકો અટવાઇ ગયા હતા. આજે સવારે પણ ટ્રાફિકજામ યથાવત્ જોવા મળ્યો હતો. હાઈવે પરના ટ્રાફિકજામમાં દર્દીને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સો પણ ફસાઇ ગઈ હતી.

ગઈકાલથી જ સર્જાયો છે ટ્રાફિકજામ!
વડોદરા પાસે નેશનલ હાઇવે પર આજે સવારથી જ 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો. જાંબુવા બ્રિજથી કપુરાઇ બ્રિજ સુધી ટ્રાફિકજામ થતા લોકો કલાકો સુધી ફસાઇ ગયા હતા. દર વખતે ચોમાસામાં વાહનચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્ત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિકજામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી.

સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા

જાંબુવા બ્રિજની બાજુમાં જ સોસાયટીઓ અને સ્કૂલો આવેલી છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, નોકરી પર જતા લોકો આ બ્રિજના ટ્રાફિકજામના કારણે સમયસર પોતાની નિયત કરેલ જગ્યા પર પહોંચી શકતા નથી. ટ્રાફિકજામની સમસ્યથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે અને તંત્ર દ્વારા રોડની કામગીરી કરીને આ સમસ્યા દૂર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા છે.

અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને હાલાકી

ગઈકાલની જેમ જ આજે સવારે પણ ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી હતી. છેલ્લા 24 કલાકથી ટ્રાફિકજામ થતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા લોકોને મુશ્કેલી પડી રહી છે. કારણ કે, એક તરફની લેન બંધ કરી દેવામાં આવી છે, જેને કારણે વાહનોની વણજાર લાગી રહી છે. વાહનચાલકો પરેશાન થઈ જતા આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ ભારે વાહન માટે બંધ, જાણો હવે કયા વાહનો થશે પસાર?

 

Back to top button