ટોપ ન્યૂઝનેશનલ

સિક્યોરિટી ફોર્સે LeTના ત્રણ આતંકીઓને ઠાર કર્યા, કાશ્મીરી પંડિત-નેપાળી નાગરિકની હત્યામાં હતા સામેલ

Text To Speech

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે. સમાચાર એજન્સી ANI મુજબ સુરક્ષાદળોએ આખા વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ અભિયાન શરૂ કરી દિધું છે. મળતી માહિતી મુજબ, શોપિયાના મુંઝ માર્ગ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે.

બે આતંકીની ઓળખ થઈ
ADGP કાશ્મીરે જણાવ્યું કે માર્યા ગયેલા ત્રણેય સ્થાનિક આતંકીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. જ્યારે ત્રીજાની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાંથી એક શોપિયાંનો લતીફ લોન છે, જે એક કાશ્મીરી પંડિત પુરાણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો અને બીજો અંનતનાગનો ઉમર નઝીર છે, જેને નેપાળના તિલ બહાદુર થાપાની હત્યા કરી હતી. આતંકીઓ પાસેથી એક એક 47 અને બે પિસ્તોલ મળી આવી છે.

આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી
મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોને શોપિયાંના મુંઝા માર્ગ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જે બાદ સુરક્ષા દળોએ પોલીસ સાથે મળીને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું.

થોડા દિવસો પહેલા શોપિયાંમાં એન્કાઉન્ટર થયું હતું
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના વાથુ શિરમલ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને બેરિકેડ લગાવી દીધા હતા. આતંકીઓને શોધવા માટે સુરક્ષાકર્મીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

Back to top button