ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસાના વાસડા ગામે બે જૂથો વચ્ચે ચૂંટણીની અદાવતમાં થઈ મારામારી

  • આઠ વ્યક્તિઓ ઘાયલ, ડીસા તાલુકા પોલીસ મથકે સામ સામે ફરિયાદો
  • ચૂંટણીની અદાવતમાં બે સમાજના જૂથ સામ-સામે

પાલનપુર : ડીસા તાલુકાના વાસડા ગામે ચૂંટણીની અદાવતમાં બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થતા આઠ લોકોને ગંભીર ઈજા પહોંચ હતી. ઘટનાને પગલે તાલુકા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે ડીસા તાલુકા પોલીસે બંને પક્ષે સામ સામે કુલ 18 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે.

ચૂંટણી-humdekhengenews

ડીસામાં ચૂંટણી તો પતી ગઈ છે, પરંતુ ચૂંટણીનો દ્વેષભાવ હજુ સમ્યો નથી. જેમાં રવિવારે ડીસા તાલુકાના વાસડા ગામે ચૂંટણીની અદાવતમાં બે સમાજ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. મોડી સાંજે ઠાકોર અને માળી સમાજના લોકો વચ્ચે સામસામે ધારીયા,લાકડી જેવા તિક્ષણ હથિયારો વડે મારામારી થતા બે મહિલાઓ સહિત આઠ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની વિગત એવી છે કે વાસડા ગામના મહેશજી ટીલાજી માળીના દીકરા પ્રિન્સને અગાઉ તારીખ 13 ડિસેમ્બરના રોજ ડીસા જલારામ મંદિર પાસે ગામના દીપક ચંદુજી ઠાકોર અને દિનેશ ચંદુજી ઠાકોર સાથે ઝઘડો થયેલ હતો.

ચૂંટણી-humdekhengenews

જે બાબતનું મનદુઃખ રાખી રવિવારે તેઓએ મહેશ ના ઘર પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ લોકોને ધારિયા ધોકા લાકડીઓ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસે મહેશ ટીલાજી માળીની ફરિયાદના આધારે દીપક ચંદુજી ઠાકોર, દિનેશ ચંદુજી ઠાકોર,ભમરીબેન ચંદુજી ઠાકોર,પ્રતાપજી હકમાજી , જેસંગજી હકમાજી ઠાકોર, પ્રકાશ ઝવેરજી ઠાકોર તેમજ ચંદુજી ઠાકોરની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે ભમરીબેન ચંદુજી ઠાકોરે પણ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રવિવારે સાંજે પોતાના ભાઈના ઘરે ગયેલા હતા તે વખતે તેઓ દૂધ ભરાવવા જતા હતા ત્યારે મહેશજી ટીલાજી માળી સહિતના લોકોએ તેમના ભાઈ અને કાકા ઉપર હુમલો કર્યો હતો. જ્યારે તેમના પરિવારના લોકોને ખબર પડતાં તેઓ દોડીને જતા તેઓને પણ ધારિયા અને લાકડી વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

જે અંગે પોલીસે ડીસાના ભમરીબેન ચંદુજી ઠાકોર એ ડીસા તાલુકા પોલીસ મથકે મહેશભાઈ ટીલાજી, કેતનભાઇ ટીલાજી, ટીલાજી વર્ધાજી, પ્રિન્સ મહેશભાઈ, કલ્પેશભાઈ રામજી, હિતેશભાઈ રામજી, ભરતભાઈ રામજી, રામજી પ્રભુજી, સુખીબેન ટીલાજી તેમજ મહેશભાઈ ની પત્ની અને કલ્પેશભાઈ ની પત્ની સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ચૂંટણી-humdekhengenews

જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ બંને સમાજના લોકો વચ્ચે બબાલ થયા બાદ મામલો શાંત પડ્યો હતો પરંતુ આજે ફરી સામસામે મારામારી થઈ હોવાની ઘટના સર્જાઇ હતી .

આ પણ વાંચો : સુરત ટ્રાફિક પોલીસ અકસ્માતમાં મદદ કરનારને રૂ.1 લાખનું ઈનામ આપશે

Back to top button