અલાહાબાદ યુનિવર્સીટીમાં હંગામોઃ સિક્યોરિટી ગાર્ડનું ફાયરિંગ, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ
પ્રયાગરાજની અલાહાબાદ યુનિવર્સીટીમાં મોટી બબાલ થઇ છે. તેમાં અડધો ડઝન જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. વિદ્યાર્થીઓ અને સિક્યોરીટી ગાર્ડની વચ્ચે પથ્થરમારો થયો છે. વિદ્યાર્થીઓએ સુરક્ષાગાર્ડ પર ગોળી ચલાવવાનો આક્ષેપ કર્યો છે. આ બબાલ દરમિયાન પુર્વ વિદ્યાર્થી નેતા વિવેદાનંદ પાઠક સહિત કેટલાય વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસ કર્મચારીઓ હાજર છે.
પુર્વ વિદ્યાર્થી નેતા અને ગાર્ડ વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થતા એક ગાર્ડે ફાયરિંગ કર્યુ. ફાયરિંગથી વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા અને યુનિવર્સીટી કેમ્પસમાં બબાલ કરી હતી. યુનિવર્સીટી કેમ્પસમાં ઉભેલી ગાડીઓને તોડી નાંખવામાં આવી. એટલું જ નહીં બે બાઇકોને પણ આગ લગાવી દેવાઇ. વિદ્યાર્થીઓએ ધરણાં પણ કર્યા. યુનિવર્સીટીમાં બબાલની સુચના પર પોલીસના અધિકારીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ સિક્યોરિટી ગાર્ડ પર કાર્યવાહી અને તેમની ધરપકડની માંગ પર અડગ છે.
વિદ્યાર્થીઓએ પુર્વ નેતાનું માથુ સિક્યોરિટી ગાર્ડના ડંડાથી ફુટી ગયુ હોવાની વાત સામે આવતા કેમ્પસમાં હલ્લાબોલ કરી દીધો છે. સ્ટુડન્ટ્સ પાછળ હટવા તૈયાર નથી. તેમને સમજાવવાની કોશિશ થઇ રહી છે, પરંતુ હજુ હંગામો જારી છે. બબાલની સુચના મળતા પ્રયાગરાજના પોલીસ કમિશનર રમિત શર્મા ખુદ યુનિવર્સીટી પહોંચી ગયા હતા અને સ્થિતિને સંભાળવાની કોશિશ કરી હતી