દેશમાં સૌથી પહેલી બુલેટ ટ્રેન દોડવા તૈયાર થઇ રહી છે. જેમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાલ પ્રગતિ પર છે. નેશનલ રેલ કોર્પોરેશન પ્રમાણે બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં કુલ 19 પુલ બનાવવામાં આવશે. આ પુલને કોંક્રીટ દ્વારા બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની કામગીરીની વાત કરીએ તો 13.12.22 ના રોજ સુધી નીચે પ્રમાણેની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.
આ પણ વાંચો: પોલીસ કેસ ઉકેલી શકી નહી, ત્યારે પોપટ બોલ્યો મમ્મી-પપ્પા…
શારીરિક પ્રગતિ (30.11.22 ના રોજ) – 24.10%
ગુજરાત: 29.78%
મહારાષ્ટ્ર: 13.26%
ગુજરાતમાં પૂર્ણ થયેલ કામ:
– થાંભલાઓની સંખ્યા- 28,293
– પિયર વર્ક- 118 કિમી
-15.7 કિમી ગર્ડર્સ લોન્ચ કર્યા છે. તથા નવેમ્બરમાં સૌથી વધુ ફાઉન્ડેશન કાસ્ટિંગ 14.36km હતું
જમીન સંપાદન:
ગુજરાત – 98.87%
DNH – 100%
મહારાષ્ટ્ર – 98.22%
બુલેટ ટ્રેનનું પરિક્ષણ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવશે, જે બાદ 2026માં ગુજરાતનાં બિલિમોરા અને સુરત વચ્ચે પરિક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય સેક્શન પરીક્ષણ કરવામાં આવશે. ગુજરાતના સાબરમતી-વાપીના 352 કિલોમીટરના કોરિડોર વચ્ચે દર મહિને 200થી 250 પિલ્લરો બનાવવામાં આવી રહ્યાં છે. દેશમાં બનવા જઇ રહેલ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ કુલ 8 હાઇસ્પીડ રેલ્વે સ્ટેશનોમાં સુરત, વડોદરા, અમદાવાદનું નિર્માણ 2024 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સાબરમતી, ઘાઘર, માહી, દમગંગા, તાપી વગેરે નદી પર કુલ 20 પુલ બનાવવામાં આવી રહ્યાં છે.