ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલવિશેષ

ટેરર ફંડિગ કેસઃ યાસિન મલિકને આજીવન કેદ, 10 લાખના દંડની સજા

Text To Speech

અલગતાવાદી નેતા યાસિન મલિકને દિલ્લીની વિશેષ અદાલતે ટેરર ​​ફંડિંગના બે અલગ-અલગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. મલિકને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ચુકાદા સમયે મલિક કોર્ટરૂમમાં હાજર હતા. યાસિન મલિક પરના ચુકાદાને ધ્યાનમાં રાખીને કોર્ટમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યાસિન મલિકને કુલ 8 કેસમાં સજા સંભળાવવામાં આવી છે. અગાઉ, આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ યાસીન મલિકને ફાંસીની સજાની વિનંતી કરી હતી. બીજી તરફ, મલિકે, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ કરાયેલા આરોપો સહિત તેની સામેના તમામ આરોપો સ્વીકાર્યા હતા.

કોર્ટે 19 મેના રોજ પ્રતિબંધિત સંગઠન જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસિન મલિકને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ દોષિત ઠેરવ્યો હતો. તેણે NIA અધિકારીઓને મલિકની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તેના પર દંડ લાદવાનો નિર્દેશ આપ્યો હતો.

ટેરર ફંડિગ કેસમાં સજા

મલિકે કબૂલ્યો ગુનો
યાસિન મલિકે પોતે ગુનો કબૂલ કર્યો છે. મલિક પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદો (UAPA)ની કલમ 16 (આતંકવાદી પ્રવૃત્તિ), કલમ 17 (આતંકી ફંડિંગ), કલમ 18 (આતંકી ગતિવિધિનુ ષડયંત્ર અને કલમ 20 (આતંકવાદી જૂથ કે સંગઠનનુ સભ્ય હોવુ) સહિત આઈપીસી ની કમલ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ 2017નો છે.

મલિકને 10 લાખનો દંડ

કોર્ટે અગાઉ ફારૂક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહેમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહેમદ ભટ, ઝહૂર અહેમદ શાહ વટાલી, અલતાફ અહમદ શાહ, નઈમ ખાન, બશીર અહમદ ભટ, અલતાફ અહેમદ શાહ, નઈમ ખાન, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહેમદ ભટ અને ઝહુર અહેમદ શાહને દોષિત ઠેરવ્યા હતા. શબ્બીર અહેમદ શાહ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર સહિતના કાશ્મીરી અલગતાવાદી નેતાઓ સામે ઔપચારિક રીતે આરોપો ઘડવામાં આવ્યા હતા.

યાસિન મલિક અત્યારે તિહાડ જેલમાં કેદ છે. તે પહેલીવાર જ્યારે જેલમાં ગયો હતો, ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષ હતી.

Back to top button