ગુજરાત વિપક્ષના નેતાની નિયુક્તિ માટે એક લીટીનો ઠરાવ કરાયો, હવે રાષ્ટ્રીય અધ્યક્ષ કરશે નિયુક્તિ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસમાં મનોમંથન શરુ થયુ હતુ. જેમાં ધારાસભ્યદળની બેઠક યોજવામાં આવી હતી. જે બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યુ છે કે AICCના ઈંચાર્જ બી. કે હરિપ્રસાદના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી અને કહ્યુ હતુ કે તમામ ધારાસભ્યોએ એક લીટીનો ઠરાવ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યો છે. ત્યારે કોંગ્રેસ દળના નેતા નક્કી કરવાનો અધિકાર રાષ્ટ્રીય પ્રમુખને સોંપવામાં આવ્યો છે. તો જગદીશ ઠાકોર કહ્યું હતુ કે આ અધિકાર રાષ્ટ્રીય પ્રમુખને સોંપવામાં આવે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો આજે શપથગ્રહણ કરશે, જાણો સપૂર્ણ કાર્યક્રમ
વિપક્ષ દળના નેતા માટે એક લીટી ઠરાવ
કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દળના નેતા બાબતે જગદીશ ઠાકોરનું નિવેદન, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દળના નેતા નક્કી કરવાનો આજે ઠરાવ થયો છે. બેઠક બાદ જગદીશ પટેલે કહ્યું હતુ કે તમામ ધારાસભ્યોએ હાઈકમાનને એક લીટીનો ઠરાવ કરીને મોકલી આપ્યો છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા નિયુક્ત કરવા માટેની સપૂંર્ણ સત્તા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે કરશે. તેમજ સર્વાનુ મતે ટેકાથી ઠરાવ મોકલી આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ.
કોંગ્રેસની બેઠક યોજાઈ હતી
વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસની બેઠક મળી હતી. જે બેઠક બાદ ઈમરાન ખેડાવાલાનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભલે હાર થઈ પરંતુ લોકોને કોંગ્રેસ પર આજે પણ વિશ્વાસ છે તેમણે કહ્યું હતું કે, ચૂંટણીમાં અનેક સ્થળે ભાજપે સરકારી મશિનરીનો દૂરૂપયોગ કર્યો છે.