21 વર્ષ બાદ ભારતીય મૂળની સરગમ કૌશલે જીત્યો Mrs World 2022નો ખિતાબ
દેશના નામમાં વધુ એક ખિતાબ ઉમેરાયો છે. ભારતીય મૂળની સરગમ કૌશલે અમેરિકામાં આયોજિત મિસિસ વર્લ્ડે 2022-23નો ખિતાબ જીત્યો છે. સરગમ કૌશલે આ ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. 21 વર્ષ બાદ ભારતને આ ક્રાઉન પાછો મળ્યો છે. ત્યારે સરગમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આથી લોકોને સરગમ કૌશલ કોણ છે તે જાણવાની ઉત્સુકતા વધી રહી છે.
આ પણ વાંચો: ‘પઠાણ’ની રિલીઝ ડેટ લંબાવવાની ચાહકે કરી માગ, શાહરૂખે આપ્યો આવો જવાબ !
21 વર્ષ પછી ભારતને પાછો મળ્યો ક્રાઉન
તમને જણાવી દઈએ કે દેશ માટે આ ખૂબ જ મોટી અને ગર્વની ક્ષણ છે, કારણ કે 21 વર્ષ પછી કોઈ ભારતીયે મિસિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે. અગાઉ આ ખિતાબ અદિતિ ગોવિત્રિકરે 2001માં જીત્યો હતો. એટલે કે મિસિસ વર્લ્ડ ક્રાઉન 21 વર્ષ બાદ દેશમાં પરત ફર્યો છે. જ્યુરી પેનલની વાત કરીએ તો તેમાં સોહા અલી ખાન, વિવેક ઓબેરોય, મોહમ્મદ અઝહરુદ્દીન અને ભૂતપૂર્વ મિસિસ વર્લ્ડ અદિતિ ગોવિત્રીકર પણ સામેલ હતા. સરગમની જીતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.
કોણ છે સરગમ કૌશલ?
જણાવી દઈએ કે આ પહેલા સરગમ કૌશલે મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે, ત્યારબાદ તેઓએ મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અહીં પણ તેમણે જીત મેળવી દેશની શાનમાં વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરગમ કૌશલના પતિ ભારતીય નેવીમાં છે. બીજી તરફ સરગમ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં શિક્ષક તરીકે કામ કરતી હતી. મળતી માહિતી મુજબ સરગમ કૌશલે અંગ્રેજી સાહિત્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. નોંધપાત્ર રીતે, મિસિસ વર્લ્ડ એક સૌંદર્ય સ્પર્ધા છે, જેમાં માત્ર પરિણીત મહિલાઓ જ ભાગ લઈ શકે છે. તેમાં જીત મેળવી છે.