Swiggy પર સૌથી મોટો ઓર્ડર, કોઈએ 16 લાખનું રાશન, તો કોઈએ 71 હજારના બર્ગર મંગાવ્યા
ઓનલાઈન ઓર્ડર પર ફૂડ ડિલિવરી કરતી કંપની Swiggy એ વર્ષ 2022માં સૌથી વધુ ઓર્ડર આપનારા ગ્રાહકોની યાદી બહાર પાડી છે. આ યાદી દર વર્ષે સ્વિગી દ્વારા બહાર પાડવામાં આવે છે. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. સ્વિગીની આ યાદી દર્શાવે છે કે આ વર્ષે આ પ્લેટફોર્મ પર બિરયાનીના સૌથી વધુ ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમજ સ્વિગી દ્વારા દર વર્ષે બહાર પાડવામાં આવતી આ યાદીમાં છેલ્લા સાત વર્ષથી બિરયાની નંબર વન પર રહી છે. આ લિસ્ટમાં બીજી પણ કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે.
16 લાખ રૂપિયાના ઓર્ડર આપવામાં આવ્યો
Swiggy દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદી અનુસાર, બેંગ્લોરના એક વ્યક્તિએ 16 લાખ રૂપિયાની કરિયાણાની વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો. સ્વિગી પ્લેટફોર્મ પર એક યુઝર દ્વારા ઓર્ડર કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. આ ઓર્ડર સ્વિગી ઈન્સ્ટામાર્ટ પર આપવામાં આવ્યા છે. આ સિવાય સ્વિગીનું આ લિસ્ટ એ પણ જણાવે છે કે એક વ્યક્તિએ 75,378 રૂપિયામાં સિંગલ ઓર્ડર કર્યો હતો. જ્યારે અન્ય એક ગ્રાહકે તેના કર્મચારીઓ માટે એક જ વારમાં 71,229 રૂપિયાના બર્ગર અને ફ્રાઈસનો ઓર્ડર આપ્યો હતો. જોકે, સ્વિગી ઈન્સ્ટામાર્ટ પર આપવામાં આવેલા રૂ. 16 લાખના ઓર્ડરની સરખામણીમાં આ રકમ ઓછી છે.
આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર : સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે સીંગતેલના ભાવમાં ભડકો
ગ્રાહકોએ સ્વિગી દ્વારા ચાથી લઈને શાકભાજીનો ઓર્ડર આપ્યો
સ્વિગીની આ યાદી અનુસાર, ગ્રાહકો ચાથી લઈને શાકભાજી સુધીની દરેક વસ્તુનો ઓર્ડર આપવા માટે ઈન્સ્ટામાર્ટનો ઉપયોગ કરતા હતા. ઘણા લોકોએ પેટ્રોલ, અન્ડરવેર અને સોફાનો ઓર્ડર આપવા માટે સાઇટ પર સર્ચ કર્યું, પરંતુ આ વસ્તુઓ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ન હતી. સ્વિગીની આ યાદી દર્શાવે છે કે પ્લેટફોર્મનો ઉપયોગ કરીને 50 લાખ કિલોથી વધુ ઓર્ગેનિક ફળો અને શાકભાજીનો પણ ઓર્ડર આપવામાં આવ્યો છે.
વર્ષ 2022માં સ્વિગી સાથે સંકળાયેલા એક લાખ રેસ્ટોરાં
સ્વિગીએ તેની યાદીમાં જણાવ્યું છે કે કેરળના બે ડિલિવરી ભાગીદારોએ 8,300 ઓર્ડર ડિલિવરી કર્યા છે. અન્ય બે ભાગીદારોએ રૂ.6,000ના ઓર્ડર આપ્યા હતા. યાદીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ડિલિવરી એજન્ટે ગ્રાહકના ઓર્ડરને પહોંચાડવા માટે 51 કિલોમીટર સુધીની મુસાફરી કરી હતી. આ એજન્ટ સ્વિગીની પિક એન્ડ ડ્રોપ સર્વિસ જીની માટે કામ કરે છે. વર્ષ 2022 માં લગભગ એક લાખ રેસ્ટોરન્ટ્સ અને ક્લાઉડ કિચન સ્વિગી સાથે ઓનબોર્ડ છે, જે અત્યારે એક રેકોર્ડ છે.