અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

જો તમે પણ છાસવાલાની કોઇ પ્રોડક્ટ લેતા હોય તો ચેતી જજો!

Text To Speech

શહેરમાં અખાદ્ય ચીજવસ્તુઓને ઝડપી પાડી આવી વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે AMCના ફૂટ વિભાગે શહેર આવેલ વિવિધ મીઠાઈ સહિતની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. અને ખાદ્ય સામગ્રીના નમૂના લઇને તેની તપાસ કરવાની શરૂ કરી હતી. આ અંતર્ગત છાસવાલા નામની ફરસાણની દુકાનમાં અગાઉ પણ વિવાદમાં આવેલી હોવાથી આ દુકાનમાં AMCએ સઘન ચેકિંગ શરુ કર્યું હતું.

છાસવાલા -humdekhengenews

 પ્રોડક્ટના નમૂના ફેઇલ ગયા

છાસવાલાની અનેક દુકાનોમાં AMCએ વિવિધ પ્રોડક્ટના નમૂના લઇને તેના ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે અને પ્રેમ દરવાજા પાસે આવેલી છાસવાલાની બંને દુકાનોમાંથી દૂધમાંથી બનાવામાં આવેલ વિવિધ પ્રોડક્ટના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓથી તપાસ કરતા કેટલાક નમૂના અપ્રમાણિત જાહેર થયા હતા. જ્યારે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી છાસવાલા નામની દુકાનમાંથી લેવામાં આવેલ મેંગોનો નમૂનો પણ અપ્રમાણિત જાહેર થયો હતો.

છાસવાલાની પ્રોડક્ટ અખાદ્ય જાહેર

અમદાવાદ સહિત અનેક શહેરો છે. જ્યા છાસવાલાની અનેક દુકાનો આવેલી છે. તેમાંથી અસંખ્ય પ્રકારની વેરાયચટી તેઓ વેચતા આવ્યા છે.છાસવાલાના વિવિધ પ્રોડક્ટ જેને અનેક લોકો ઉપયોગમા લેતા હતા. ત્યારે આજે અમદાવાદમાં છાસવાલાની પ્રોડેક્ટ અખાદ્ય જાહેર થઇ છે. રાજભોગ મઠો, મેંગો મઠ્ઠો, કાશ્મીરી કેસર પાવર મિલ્ક હલકી ગૃણવત્તાની હોવાનું સામે આવ્યું છે.

અન્ય જગ્યાએથી પણ લેવાયા નમૂના

અમદાવાદમાં વિવિધ દુકાનોમાંથી શંકાસ્પદ ખાદ્યચીજ વસ્તુઓના નમૂના લઇને તેની ચકાસણી કરવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અન્ય જગ્યાએથી પણ લેવામાં આવેલ નમૂના ફેઇલ નીકળવાની શક્યતા છે. અમદાવાદ ફુડ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 61 જેટલી વિવિધ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમા 40 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે.જેની તપાસ હાલ ચાલી રહી છે.

આ પણ વાંચો :શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટના ઝારખંડમાં, પતિએ પત્નીના 12 ટુકડા કરી ફેંકી દીધા

Back to top button