મુંબઈની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત,1નું મોત
દિવસેને દિવસે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઈના ઘાટકોપર ઈસ્ટમાં પારેખ હોસ્પિટલ પાસે જૂના પિઝા રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ આગની ઘટનામાં 22 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
#WATCH | Maharashtra: Fire breaks out near Parekh Hospital in Mumbai's Ghatkopar. Eight fire tenders have reached the spot. Further details awaited: Mumbai Fire Brigade pic.twitter.com/iiKUAIGEAh
— ANI (@ANI) December 17, 2022
મુંબઈની રેસ્ટોરન્ટમાં લાગી આગ
રેસ્ટોરન્ટમાં લાગેલી આગે જોત જોતામાં વિરકાળ સ્વરૂપ ધારણ કરી દીધુ અને જેના કારણે રેસ્ટોરન્ટમાં હાજર અનેક લોકોઆ આગની ઝપેટમાં આવ્યા હતા. રેસ્ટોરન્ટમાં આગ લાગતા દુર દુર સુધી આગના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.
ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ આગની ઘટનામાં 22 લોકો દાઝતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા છે અને એક 46 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું છે. જો કે આ આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી.
આ પણ વાંચો :કોરોના કાળ બાદ પહેલીવાર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, જાણો શું હશે ખાસ