કોરોનાને કારણે અનેક ઉદ્યોગો બંધ રખાયા હતા, જેના કારણે મોટા ભાગના ઉદ્યોગેને મોટો ફટકો પડ્યો હતો. ત્યારે એન્જિનિયરિંગ ઉદ્યોગોને ફરી વેગ આપવા માટે અમદાવાદમાં ત્રણ દિવસીય એન્જિએક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી શુભારંભ થયો છે. આ એન્જીએક્સપોમાં 500થી વધુ કંપનીઓ ભાગ લીધો છે.
અમદાવાદમાં એન્જિએક્સ્પોનું આયોજન
અમદાવાદમાં 9મા એન્જિએક્સ્પો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય મેગા-ઇવેન્ટમાં એન્જિનિયરિંગની અદ્યતન ટેકનોલોજીઓ અને પ્રોડક્ટસનું પ્રદર્શન કરવામા આવે છે. અને આમાં એન્જિનિયરિંગદ્વારા બનાવવામાં આવેલ વિવધ પ્રોડક્ટનું પ્રદર્શન કરીને પોતાનામાં રહેલી પ્રતિભાને વિશ્વની પ્રતિષ્ઠિત કંપનીઓ સમક્ષ રજૂ કરી એક ઉજળા ભવિષ્યની તક મેળવી શકે છે.
500થી વધુ એન્જિનિયરિંગ કંપનીઓએ ભાગ લીધ્યો
અમદાવાદમાં આયોજિત આ એન્જિએક્સ્પોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં ભારતની વિવિધ ક્ષેત્રોની 500થી વધુ એન્જિનિયરિંગ કંપનીઓ ભાગ લઇ રહી છે. અને આ એન્જિએક્સ્પોમાં 50 હજાર કરતા વધુ લોકો મુલાકાત લે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ એન્જિએક્સ્પો દ્વારા સ્થાનિક એન્જિનિયરિંગ ઉદ્યોગોને તેમનામાં રહેલી ક્ષમતા પ્રદર્શિત કરવાની તક મળે છે.
આ પણ વાંચો :કોરોના કાળ બાદ પહેલીવાર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, જાણો શું હશે ખાસ