ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

કોરોના કાળ બાદ પહેલીવાર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, જાણો શું હશે ખાસ

Text To Speech

કોરોના કાળથી બંધ અનેક કાર્યક્રમોને આ વર્ષે રંગેચંગે ઉજવવા માટે આયોજન કરવામા આવી રહ્યું છે. હવે ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના કાળ બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

ઉતરાયણના તહેવારના આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસિયાઓ આતુરતાથી જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની રાહ જોઈ રહ્યા હતા તેનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. રાજ્યમાં 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવને લઇને પ્રવાસ વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-HUMDEKHENGENEWS

8 થી 14 જાન્યુઆરીએ ઉજવાશે પતંગ મહોત્સવ

રાજ્યમાં 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવ મુખ્ય ચાર શહેરોમાં ઉજવાશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે અને વડોદરામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. જેમાં દેશ વિદેશના પતંગરસિયાઓ ભાગ લેશે.

65 દેશોને અપાયું આમંત્રણ

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન માટે બેઠક મળી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 65 જેટલા દેશને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વખતે પતંગ મહોત્સવ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

કોરોનાને કારણે બે વર્ષથી રખાયો હતો બંધ

કોરોનાના કારણે લોકોની ભીડ ન એકઠી થાય તે હેતુથી આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ ન હતું ત્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે. મોટી સંખ્યામા લોકો એકઠા થવાની સંભાવના છે.

આ પણ વાંચો :દાહોદની આશ્રમશાળાના 28 બાળકોને ફૂડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

Back to top button