ગુજરાતમધ્ય ગુજરાત

દાહોદની આશ્રમશાળાના 28 બાળકોને ફૂડ પોઈઝનિંગ, તંત્ર થયું દોડતું

Text To Speech

છેલ્લા કેટલાક સમયથી ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી, ત્યારે આજે દાહોદની આશ્રમશાળામાં રાત્રી ભોજન લીધા પછી બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં 28 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હોવાનું સામે આવ્યું છે.

દાહોદમાં ફૂડપોઇઝનિંગ-humdekhengenews

28 બાળકોને ફૂડ પોઈઝનિંગ

મળતી માહીતી મુજબ દાહોદની આશ્રમશાળામાં રાત્રીનું ભોજન કર્યા બાદ 28 બાળકોની તબિયત લથડતા તેઓને તાત્કાલિક નજીકના હેલ્થ સેન્ટરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આશ્રમશાળામાં ભોજન કર્યા બાદ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા તંત્ર દોડતું થયુ હતું.

શ્રી સતનામ આશ્રમ શાળાના બાળકોને થઇ અસર

દાહોદના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામની શ્રી સત્યનામ આશ્રમશાળામાં આ ઘટના બની છે. આ આશ્રમ શાળામાં ધોરણ 5થી 10ના 137 બાળકો અભ્યાસ કરે છે. બાળકોને નિત નિયમ મુજબ રાત્રી ભોજન આપવામાં આવ્યું હતું. બાળકો આ ભોજન કરતા હતા આ દરમિયાન બાળકોને ઉલટી થવા લાગી હતી. આ બાળકોની તબિયત બગડતી જોઇને બાળકોને તાત્કાલિક નજીકના સરકારી હેલ્થ સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે તંત્ર દોડતું થયું હતું.

પ્રિન્સિપાલ પણ થયા અસરગ્રસ્ત

આ ઘટનામાં આશ્રમશાળાના બાળકોની સાથે પ્રિન્સિપાલ પણ અસરગ્રસ્ત થયા હતા. તેમજ આ ઘટનામાં બે બાળકોની હાલત વધુ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાને પગલે તંત્ર દોડી આવ્યું હતું. અને ભોજનના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો :ભારત જોડો યાત્રામાંથી પરત ફરી રહેલા કોંગ્રેસના નેતાઓને નડ્યો અકસ્માત, 3નાં મોત

Back to top button