નેશનલ

રાજસ્થાનમાં પોલીસે પકડેલ બળાત્કારનો આરોપી પુરુષ નહિ પણ મહિલા નીકળી

રાજસ્થાનના સિરોહીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સગીર બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે તે છોકરો નથી, હકીકતમાં તે છોકરી છે. એટલા માટે તે બળાત્કાર કરી શકતી નથી. આરોપીએ નિવેદન આપતા જ પોલીસ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. પ્રથમ તો પોલીસે આરોપીની વાત માની નહીં, પરંતુ આરોપીના વારંવારના આગ્રહ પર મેડિકલ તપાસ કરાવી હતી.

બે દિવસ સુધી તેની સાથે બળાત્કાર કર્યાનો સગીરાનો આરોપ

એક રિપોર્ટ્સ અનુસાર, 28 નવેમ્બરે એક સગીર છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું કે મેડાના રહેવાસી શંકર (25 વર્ષ)એ તેનું અપહરણ કર્યું અને બે દિવસ સુધી તેની સાથે બળાત્કાર કર્યો. ફરિયાદના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ મેડા ગામમાં શંકર નામનો કોઈ યુવક મળ્યો ન હતો. આના પર પોલીસે ફરી પીડિતાને આરોપીના ચારિત્ર્ય વિશે પૂછ્યું. જેના આધારે પોલીસે 5 ડિસેમ્બરે આરોપી યુવકને પકડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યો હતો.

આરોપીનો મેડિકલ રિપોર્ટ સામે આવતા તમામના હોશ ઉડી ગયા

પોલીસ પૂછપરછમાં આરોપી શંકરે કહ્યું કે તે બાળકીને ચોક્કસ લઈ ગયો હતો પરંતુ તેણે તેની સાથે બળાત્કાર નથી કર્યો. પોલીસે કડક પૂછપરછ કરી હતી. જેના પર આરોપીએ કહ્યું કે તે છોકરી હોવાને કારણે બળાત્કાર કરી શકતો નથી. પોલીસ આરોપીની વાત માનતી ન હતી પરંતુ છોકરો વારંવાર આ વાત પર અડગ હતો. જે બાદ પોલીસ અધિકારીઓએ આરોપીનું મેડિકલ કરાવ્યું હતું. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ તમામના હોશ ઉડી ગયા હતા. તપાસમાં સામે આવ્યું કે આરોપી છોકરો નહીં પણ મહિલા છે. આ મહિલાએ પણ લગભગ 3 વર્ષ પહેલા બાળકને જન્મ આપ્યો છે. હવે તેમની પુત્રી ત્રણ વર્ષની છે.મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ પોલીસે રિપોર્ટ લખનાર યુવતી અને તેના પરિવારજનોની પૂછપરછ કરી હતી. જે બાદ યુવતીએ સ્વીકાર્યું કે તેણે ખોટો આરોપ લગાવ્યો છે. પોલીસે સગીર બાળકીનું મેડિકલ કરાવ્યું હતું, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

કોર્ટે આરોપી મહિલાને જેલમાં મોકલી આપી હતી

બીજી તરફ મેડિકલ તપાસમાં આરોપી મહિલા હોવાની હકીકત સામે આવ્યા બાદ પોલીસને બળાત્કારનો કેસ ખોટો હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, પોલીસે મહિલાને સગીરને ફસાવવા બદલ દોષી ઠેરવી હતી. જે બાદ પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવી હતી.

Back to top button