રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર બ્લાસ્ટ દુર્ઘટનામાં સર્જાઇ હતી. જેમાં 60 જેટલા લોકો દાઝ્યા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક લોકોના મોત પણ નિપજી ચૂંક્યા છે. લગ્ન પ્રસંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ દુર્ઘટનાને પગલે અનેક લોકોએ દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું , ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં મુત્યુ પામેલા અને ઘાયલ લોકોને વળતર આપવાની જાહેરાત કરી છે.
જોધપુરમાં લગ્ન પ્રસંગ દરમિયાન દુર્ઘટના
રાજસ્થાનના જોધપુરના શેરગઢમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. અને 31 જેટલા લોકોના મોત પણ નીપજી ચૂંક્યા હોવાનુ સામે આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુ ખ વ્યક્ત કર્યું હતું અને આ ઘટનામાં મૃત્યું પામેલા મૃતકોના પરિવાર જનોને અને ઘાયલ વ્યક્તિઓને સહાય આપવાની જાહેરાત કરી હતી. જેમાં રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને અને રૂ. 50,000 રૂપિયા ઘાયલ થયેલા લોકોને આપવાનું જણાવ્યુ હતું.
8 ડિસેમ્બરના રોજ બની હતી દુર્ધટના
રાજસ્થાનના જોધપુરમાં 8 ડિસેમ્બરનો રોજ ગેસ સિલેન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. એક લગ્ન પ્રસંગમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી 60 થી વધુ લોકો દીઝી ગયા હતા. જેમાંથી કેટલાક લોકોના મોત નિપજ્યા હતા અને કેટલાક સારવાર હેઠળ હતા આ ઘટનામાં મૃતકોની સંખ્યા 31 સુધી પહોંચી ગઇ છે. અને હજુ પણ કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the tragic cylinder mishap in Jodhpur, Rajasthan. The injured would be given Rs. 50,000 each.
— PMO India (@PMOIndia) December 16, 2022
વડાપ્રધાને ટ્વિટ કરી આપી જાણકારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMNRFતરફથી રાજસ્થાનના જોધપુરમાં સિલિન્ડર દુર્ઘટનામાં એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. જેમાં રૂ. 2 લાખ દરેક મૃતકના નજીકના સંબંધીઓને આપવામાં આવશે અને રૂ. 50,000 રૂપિયા ઘાયલ થયેલા લોકોને આપવામાં આવશે તેવું જણાવ્યું છે.
આ પણ વાંચો :પઠાણ ફિલ્મને લઇ વિરોધ વકર્યો, યોગીદેવનાથ બાપુએ શાહરુખ ખાન પર લગાવ્યા આરોપ